Probable corona increased tension in Gujarat, Ahmedabad Municipal Corporation started preparations
મહામારી /
ગુજરાતમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરે ટેન્શન વધાર્યું, AMC એ શરૂ કરી તૈયારીઓ
Team VTV10:59 AM, 10 Aug 21
| Updated: 02:56 PM, 10 Aug 21
કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો મંડરાયેલો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટે 39 ડોમ શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં 39 ડોમ ટેસ્ટિંગ માટે શરૂ કરાયા
દરરોજના 5 હજાર 500 ટેસ્ટનો AMCનો દાવો
રેપીડ,RTPCR ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ પાછું ન ફેલાય તે માટે તંત્ર અલર્ટ બન્યું છે દેશમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાયેલો છે તે જોતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે.
અમદાવાદમાં 39 ડોમ ટેસ્ટિંગ માટે શરૂ કરાયા
કેસ ફરી ન વકરે તે માટે પ્રશાસન તરફથી તકેદારીના ભાગ રૂપે શહેરમાં 39 જેટલા ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં હાલ મનપા તરફથી 200 સ્થળ પર વેક્સિન આપવામાં આવી રહી છે. સાથે જ 39 સ્થળો પર ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દરરોજના 5 હજાર 500 ટેસ્ટનો AMCનો દાવો
અમદાવાદ મનપાએ રેપીડ અને RTPCR ટેસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અમદાવાદ મનપાએ રોજના 5 હજાર 500 ટેસ્ટ કરવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરમાં શહેરમાં આરોગ્યની સુવિધાઓ કથડી હતી જેને લઈ આ વખતે મનપાએ પહેલાથી અગમચેતીના ભાગ રૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
દેશમાં કોરોના 24 કલાકમાં કેસની સંખ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 28,208 નવા કેસ નોંધાયા છે અને 41,511 લોકોએ કોરોનાને માત આપી છે જ્યારે દેશમાં 13 દિવસ બાદ નોંધાયા 30 હજારથી ઓછા કેસ નોંધા છે અને 24 કલાકમાં 373 સંક્રમિતોના મોત
રાજ્યમાં કોરોના 24 કલાકમાં કેસની સંખ્યા
જો ગુજરાતમાં કોરોના કેસની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 કેસ સામે આવ્યા છે 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ 98.75 ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું.