દિલ્હીમાં પ્રિયંકાનો વિરોધ, અભિનેત્રીના પોસ્ટર સળગાવ્યા

By : vishal 10:11 AM, 13 June 2018 | Updated : 10:14 AM, 13 June 2018
બોલીવુડની ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરા ભારે દુવિધામાં ફસાઈ ગઈ છે. તેના હોલીવૂડના 'કોન્ટિકો'નો વિવાદ હજુ શમવાનું નામ નથી લેતો. પ્રિયંકાએ તેમજ શોના નિર્માતાએ માફી માંગ્યા છતા પણ દિલ્હીમાં પ્રિયંકાનો વિરોધ કરીને પોસ્ટર્સ બાળવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અભિનેત્રીને બોલીવૂડની ફિલ્મમાંથી દૂર કરવાની માંગણી કરી રહ્યા છે. ક્વોન્ટિકોની ત્રીજી સીઝનમાં ભારતીયોને આતકંવાદી તરીકે દર્શાવ્યા છે. પરિણામે લોકો વિરોધ કરી રહ્યા છે.સમગ્ર ઘટના વિશે જણાવીએ તો, પ્રિયંકાના એક  દ્રશ્યમાં  થોડા ભારતીયો'મેહટ્ટન માં બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના કરીને પાકિસ્તાનને ફસાવવા માંગે છે અને અમેરિકા સાથેના સંબંધો બગાડવાની યોજના કરી રહ્યા છે. 

જે દ્રશ્ય માટે વિવાદ થયો છે જેમાં પ્રિયંકા એક આતંકવાદીની ઓળખ કરતા દરમિયાન કહે છે કે, '' તેણે ગળામાં રૃદ્રાક્ષ પહેર્યો છે. તે પાકિસ્તાની નથી, તે ભારતીય રાષ્ટ્રવાદી છે અને પાકિસ્તાનની વિરુદ્ધ કાવતરુ ઘડી રહ્યો છે. પ્રિયંકાના આ સીનથી ભારતમાં હોબાળો મચી ગયો છે. હવે તેને દેશદ્રોહી ગણાવીને બોલીવૂડની ફિલ્મમાંથી પણ હાંકી કાઢવાની માંગણી કરી રહ્યા છે.Recent Story

Popular Story