પ્રધાનમંત્રી મોદીની વારાણસી બેઠક પણ સામેલ છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો. આ રોડ શો પ્રિયંકાએ મોદીના મતવિસ્તારમાં અજય રાયના સમર્થનમાં શો કર્યો હતો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો રોડ શો બનારસ હિંદુ યુનિવર્સિટી ના ગેટ પર મદન માલવીયની પ્રતિમાથી શરૂ થયો હતો.જે દશાશ્વમેઘ ઘાટ પર પૂરો કરાયો હતો.
Priyanka Gandhi Vadra, Congress General Secretary for Uttar Pradesh (East) holds a roadshow in Varanasi. Congress Varanasi LS candidate Ajay Rai and Chhattisgarh CM Bhupesh Baghel also present. pic.twitter.com/WL6905yzub
— ANI UP (@ANINewsUP) May 15, 2019
કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે પ્રિયંકાના રોડ શોમાં ભીડ એકઠી કરવા માટે વ્યાપક યોજના બનાવવામાં આવી હતી. પ્રિયંકા રોડ શો બાદ કાશી વિશ્વનાથ મંદિર અને કોતવાલી વિસ્તાર સ્થિત કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરીને કોંગ્રેસના વિજયની પ્રાર્થના કરવાના છે. મોદીએ ઉમેદવારી પત્ર ભરતાં પહેલાં 25 એપ્રિલે વારાણસીમાં આ જગ્યાએથી જ રોડ શો શરૂ કર્યો હતો અને પૂરો પણ દશાશ્વમેઘ ઘાટ પર જ કર્યો હતો.
Priyanka Gandhi Vadra offered prayers at Kaal Bhairav temple in Varanasi, today. pic.twitter.com/zsULjVC895
— ANI UP (@ANINewsUP) May 15, 2019
ઉલ્લેખનીય છે કે, મોદીને પોતાના ગઢમાં ઘેરવા માટે પ્રિયંકા ગાંધીએ વિશેષ યોજના બનાવી હતી અને તેને લઈને વારાણસી બેઠક માટે કોંગ્રેસે રાષ્ટ્રીય ચૂંટણી ઢંઢેરાથી અલગ મેનિફેસ્ટો જાહેર કર્યો. ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા સમયે રાષ્ટ્રીય પ્રવક્તા પંખુડી પાઠક અને વારાણસીના ઉમેદવાર અજય રાય હાજર હતા.
Varanasi: Congress General Secretary for eastern UP, Priyanka Gandhi Vadra pays tribute to Pandit Madan Mohan Malviya at Banaras Hindu University gate. pic.twitter.com/UiRl5Yov3X
— ANI UP (@ANINewsUP) May 15, 2019
કોંગ્રેસ તરફથી વારાણસી માટે અલગ જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં અનેક મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢારને વચન પત્ર નામ આપ્યું છે.
મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ કોંગ્રેસના પ્રવક્તાએ ભાજપ પર વાર કરતા કહ્યું કે, ભાજપ હંમેશાથી મેનિફેસ્ટો બહાર પાડે છે પરંતુ કદી વચનોને પૂરાં કર્યા નથી. અજય રાય કાશીના પુત્ર છે અને તમારા નેતા છે ત્યારે તેઓ વાયદાઓને પણ પૂર્ણ કરી શકશે. તેથી જ કોંગ્રેસે વારાણસી માટે અલગથી વચન પત્ર જાહેર કર્યું છે.