બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Priyanka Gandhi Road Show Varanasi

ચૂંટણી / વારાણસીમાં પ્રિયંકા ગાંધીનો ભવ્ય રોડ શો, બાબા કાશીને કરી જીતની પ્રાર્થના

vtvAdmin

Last Updated: 10:52 PM, 15 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીના મતદાનમાં હવે અંતિમ તબક્કો જ બાકી છે. સાતમા અને અંતિમ તબક્કામાં 8 રાજ્યોની 59 સીટ પર 19 મેનાં રોજ મતદાન થશે. જે બેઠક પર મતદાન છે તેમાં પ્રધાનમંત્રી મોદીની વારાણસી બેઠક પણ સામેલ છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો. આ શોમાં તેમના સમર્થનમાં ભારે જનમેદની જોવા મળી હતી.

પ્રધાનમંત્રી મોદીની વારાણસી બેઠક પણ સામેલ છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો. આ રોડ શો પ્રિયંકાએ મોદીના મતવિસ્તારમાં અજય રાયના સમર્થનમાં શો કર્યો હતો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો રોડ શો બનારસ હિંદુ યુનિવર્સિટી ના ગેટ પર મદન માલવીયની પ્રતિમાથી શરૂ થયો હતો.જે દશાશ્વમેઘ ઘાટ પર પૂરો કરાયો હતો.

કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે પ્રિયંકાના રોડ શોમાં ભીડ એકઠી કરવા માટે વ્યાપક યોજના બનાવવામાં આવી હતી. પ્રિયંકા રોડ શો બાદ કાશી વિશ્વનાથ મંદિર અને કોતવાલી વિસ્તાર સ્થિત કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરીને કોંગ્રેસના વિજયની પ્રાર્થના કરવાના છે. મોદીએ ઉમેદવારી પત્ર ભરતાં પહેલાં 25 એપ્રિલે વારાણસીમાં આ જગ્યાએથી જ રોડ શો શરૂ કર્યો હતો અને પૂરો પણ દશાશ્વમેઘ ઘાટ પર જ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મોદીને પોતાના ગઢમાં ઘેરવા માટે પ્રિયંકા ગાંધીએ વિશેષ યોજના બનાવી હતી અને તેને લઈને વારાણસી બેઠક માટે કોંગ્રેસે રાષ્ટ્રીય ચૂંટણી ઢંઢેરાથી અલગ મેનિફેસ્ટો જાહેર કર્યો. ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા સમયે રાષ્ટ્રીય પ્રવક્તા પંખુડી પાઠક અને વારાણસીના ઉમેદવાર અજય રાય હાજર હતા. 

કોંગ્રેસ તરફથી વારાણસી માટે અલગ જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં અનેક મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢારને વચન પત્ર નામ આપ્યું છે. 

મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ કોંગ્રેસના પ્રવક્તાએ ભાજપ પર વાર કરતા કહ્યું કે, ભાજપ હંમેશાથી મેનિફેસ્ટો બહાર પાડે છે પરંતુ કદી વચનોને પૂરાં કર્યા નથી. અજય રાય કાશીના પુત્ર છે અને તમારા નેતા છે ત્યારે તેઓ વાયદાઓને પણ પૂર્ણ કરી શકશે. તેથી જ કોંગ્રેસે વારાણસી માટે અલગથી વચન પત્ર જાહેર કર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2019 Priyanka Gandhi Road Show Varanasi Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ