બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Priyanka finally showed the world the face of daughter Malti Marie, after seeing the picture you will also say 'very cute'

બોલિવુડ / આખરે Priyankaએ દુનિયાને દેખાડ્યો દીકરી Malti Marieનો ચહેરો, તસવીર જોઇ તમે પણ કહી ઉઠશો 'વેરી ક્યુટ'

Megha

Last Updated: 10:04 AM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલતીનો જન્મ થયો ત્યારથી તેની સાથે તસવીરો શેર કરતી હતી પણ તેણે ક્યારેય દીકરીનો ચહેરો બતાવ્યો નહતો. જો કે આ બધા હાલ પ્રથમ વખત પ્રિયંકાએ પુત્રી માલતીનો ચહેરો બતાવ્યો છે.

  • પ્રથમ વખત પ્રિયંકાએ પુત્રી માલતીનો ચહેરો બતાવ્યો
  • પ્રિયંકા તેની દીકરીને ખોળામાં લઈને બેઠી જોવા મળી
  • વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી ઘણા લોકોનું ફેવરેટ અને ઘણું ચર્ચિત કપલ છે. બંને એ જાન્યુઆરી 2022માં સરોગસીની મદદથી તેમની દીકરી માલતી મેરીનું સ્વાગત કર્યું હતું અને એ સમયે બંને ઘણા ચર્ચાનો વિષય બન્યા હતા. દેશી ગર્લ પ્રિયંકા ચોપરા દરરોજ હેડલાઇન્સમાં રહે છે. જો કે જ્યારથી પ્રિયંકાએ તેની પુત્રી માલતી મેરીના જન્મની જાહેરાત કરી છે ત્યારથી જ તેમના ફેન્સ માલતિની એક ઝલક જોવા માટે ઉત્સુક હતા. પ્રિયંકા માલતીનો જન્મ થયો ત્યારથી તેની સાથે તસવીરો શેર કરતી હતી પણ તેણે ક્યારેય દીકરીનો ચહેરો બતાવ્યો નહતો. જો કે આ બધા હાલ પ્રથમ વખત પ્રિયંકાએ પુત્રી માલતીનો ચહેરો બતાવ્યો છે.

પુત્રી માલતી મેરી સાથે દેખાઈ પ્રિયંકા 
પ્રિયંકા ચોપરાએ સોમવારે પુત્રી માલતી મેરી સાથે પહેલીવાર લોકો સામે આવી હતી. નિક જોનાસ અને તેના ભાઈઓ માટે હોલિવૂડ વોક ઓફ ફેમ સ્ટાર એવોર્ડ મેળવવા માટે પ્રિયંકા આ ઈવેન્ટમાં પહોંચી હતી અને અહીં તે માલતી સાથે જોનાસ બ્રધર્સનાની ખુશીઓમાં શામેલ થઈ હતી. જણાવી દઈએ કે સફેદ ટોપ ક્રીમ સ્વેટર અને મેચિંગ શોર્ટ્સમાં માલતી સુંદર લાગી રહી હતી અને પ્રિયંકા તેની દીકરીને ખોળામાં લઈને બેઠી જોવા મળી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

વાયરલ થયો વિડીયો 
જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર ફંક્શન દરમિયાન એક વીડિયો પણ શેર કર્યો છે અને આ વીડિયોમાં માલતી પ્રિયંકાના ખોળામાં બેઠી છે અને નિક સ્ટેજ પર સ્પીચ દરમિયાન તેની પુત્રીનું નામ લે છે. વીડિયોમાં માલતીને જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે અને હાલ પ્રિયંકાની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એકે લખ્યું છે કે, 'માલતી નિક જેવી લાગે છે.' જણાવી દઈએ કે આ વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

ત્રણ મહિના વહેલો થઈ ગયો માલતીનો જન્મ 
પ્રિયંકા અને નિકની પુત્રી માલતી મેરીનો જન્મ પ્રી-મેચ્યોર થયો હતો. એક રિપોર્ટ અનુસાર માલતીનો જન્મ તેના જન્મના ટ્રાન મહિના પહેલા થયો હતો અને આવી સ્થિતિમાં પ્રિયંકા અને નિકને ખબર નહોતી કે માલતિ બચશે કે નહીં. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે બાળકીના જન્મ પછી ત્રણ મહિના સુધી કેલિફોર્નિયાની રેડી ચિલ્ડ્રન્સ હોસ્પિટલના ચક્કર લગાવ્યા હતા. જણાવી દઈએ કે માલતીને આ હોસ્પિટલના NICUમાં દાખલ કરવામાં આવી હતી અને માલતીને એ પછી લોસ એન્જલસની સીડર્સ-સિનાઈ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી.  જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન 2018માં થયા હતા. આ પછી, વર્ષ 2022 ની શરૂઆતમાં, દંપતીએ સરોગસી દ્વારા પુત્રી માલતી મેરી ચોપરા જોનાસનું આ દુનિયામાં સ્વાગત કર્યું. 

સંકળાયેલા મુદ્દાઓ

Malti Marie Jonas Priyanka Chopra Jonas Daughter Priyanka chopra photos પ્રિયંકા ચોપરા Priyanka Chopra Jonas Daughter Photo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ