બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:03 PM, 6 February 2025
1/5
અત્યારે બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. પ્રિયંકા તેના ભાઈના લગ્નની વિધિઓને એન્જોય કરી રહી છે. એક્ટ્રેસની માતા મધુ ચોપરાએ પણ સોશિયલ મીડિયા પર તેના મિત્રો અને પરિવાર સાથેના ફોટા શેર કર્યા છે. 5 ફેબ્રુઆરીના રોજ મધુ ચોપરાએ પોતાના ઘરે માતા કી ચોકી રાખી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/5
આ દરમિયાન પ્રિયંકા ચોપરા નારંગી રંગના ટ્રેડિશનલ આઉટફીટમાં જોવા મળી હતી. તેની સાથે પુત્રી માલતી પણ હતી. સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાયના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. તેઓનો હલ્દી સમારોહ 5 ફેબ્રુઆરીએ હતો. બંનેએ તેમની હલ્દી સેરેમનીની ખૂબ મજા માણી હતી. જેમાં આખો પરિવાર ખૂબ એન્જોય કરતો જોવા મળ્યો હતો.
3/5
મધુ ચોપરાએ સિદ્ધાર્થ ચોપરાના મહેંદી સેરેમનીના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યા હતા. જેમાં આખો ચોપરા પરિવાર ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યો હતો. પ્રિયંકા અને માલતી પણ આ સમય દરમિયાન ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાય પણ ખૂબ સુંદર લાગતા હતા.
4/5
પ્રિયંકા ચોપરાએ તેના ભાઈના હલ્દી સેરેમનીના ફોટા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા. જેમાં દુલ્હા અને દુલ્હનનો હલ્દીનો ગ્લો સાફ દેખાઈ રહ્યો છે. અહીંયા પ્રિયંકા તેના પરિવાર સાથે ડાન્સ કરતી પણ જોવા મળી હતી. આ સમયે તેને પીળા રંગનો શરારા સૂટ પહેર્યો હતો. અહીંયા પ્રિયંકા ખૂબસૂરત લાગી રહી હતી. અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
5/5
સિદ્ધાર્થની હલ્દી રસમમાં વરરાજાનો કુર્તો પણ ફાટી ગયો હતો. હલ્દી સમારંભના એક ફોટામાં માલતી દોરડું પકડીને ઉપર ચઢવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. માલતી અને પ્રિયંકાના ફોટા પર દરેક લોકો પ્રેમ વરસાવી રહ્યા છે. પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ટૂંક સમયમાં લગ્ન કરવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ