બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ધ બલ્ફ: પ્રિયંકા ચોપડાને આ શું થયું? લોહીથી લથપથ ફોટા કર્યા શેર, ચાહકો આધાતમાં

શૂટિંગ પૂર્ણ / ધ બલ્ફ: પ્રિયંકા ચોપડાને આ શું થયું? લોહીથી લથપથ ફોટા કર્યા શેર, ચાહકો આધાતમાં

Last Updated: 05:18 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ 'ધ બ્લફ'ને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી ઘણીવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શૂટિંગ દરમિયાનની તસવીરો પોસ્ટ કરે છે, તેણે આગામી ફિલ્મ 'ધ બ્લફ'ના શૂટના કેટલાક BTS ફોટા અને વીડિયો ચાહકો માટે શેર કર્યા છે.

પ્રિયંકા ચોપરાએ હાલમાં જ કો-એક્ટર કાર્લ અર્બનની સાથે પોતાની આગામી હોલિવૂડ ફિલ્મ 'ધ બ્લફ' નું શૂટિંગ પૂરું કર્યું છે. આ અમેરિકન ડ્રામા ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રિયંકાએ હવે કેટલાક BTS ફોટા પોસ્ટ કર્યા છે અને તે તેના ફેન્સને શૂટિંગ વિશે અપડેટ્સ આપી રહી છે. 'દેશી ગર્લ'એ તાજેતરમાં 'ધ બ્લફ'ના સેટ પરથી પડદા પાછળની તસવીરો શેર કરી છે.

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મના શૂટિંગના BTS ફોટા અને વીડિયો શેર છે. થોડા સમય પહેલાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રી નકલી લોહીથી લથપથ એક ઇન્ટેન્સ એક્શન સિક્વન્સ શૂટ કરતી જોવા મળે છે. તેના સેટની એક ઝલક કેટલીક તસવીરો અને વીડિયોમાં પણ જોઈ શકાય છે. એક વિડિયો ક્લિપમાં, તે રમૂજી રીતે તેના હેરડ્રેસરને પૂછે છે, 'તમે બળેલા વાળ કેવી રીતે કરો છો?' બાદમાં તે સેટ પરના તેના અનુભવ વિશે જણાવે છે.

એક યુઝરે લખ્યું, પોતાનું ધ્યાન રાખ 'ક્વિન'. અન્ય એક યુઝરે લખ્યું- મહેનતુ છોકરી. ત્રીજા યુઝરે લખ્યું- મૂવી મેજિક ફોર રિયલ. ચોથા યુઝરે લખ્યું, 'ફિલ્મની રાહ નથી જોઈ શકતો'.આ પહેલાં ધ એકેડમી ગ્રાન્ડ કેમેન માર્શલ આર્ટ્સ સ્કૂલે પ્રિયંકા અને ન્યુઝીલેન્ડના એક્ટર કાર્લ અર્બનની એક તસવીર શેર કરી હતી, જેમાં તેઓએ ફિલ્મમાં કામ કરતી વખતે મળેલા અદ્ભુત અનુભવ માટે બંને કલાકારોનો આભાર માન્યો હતો.

પ્રિયંકા ચોપરાએ પણ તેના સોશિયલ મીડિયા પર શૂટની ઝલક પોસ્ટ કરીને કાસ્ટ અને ક્રૂ સાથે તેનું બોન્ડ બતાવ્યું. તેણીએ આ તાજેતરની પોસ્ટને કેપ્શન આપ્યું, '#TheBluff ના સેટ પર બ્લડી ફન ટાઇમ્સ',. જો કે લાસ્ટમાં તેને એક પોસ્ટ કરી છે જેમાં તે જણાવે છે કે તે લોહી નકલી છે.

વધુ વાંચોઃ- 'SRKએ મારી જિંદગી બદલી નાખી..' જોન સીના શાહરુખ ખાનથી અભિભૂત, ભારતીય વ્યંજનના ભરપેટ વખાણ

'ધ બ્લફ'ની કાસ્ટ

ધ બ્લફ એ અમેરિકન સ્વેશબકલર ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન ફ્રેન્ક ઇ. ફ્લાવર્સ દ્વારા કરવામાં આવ્યું છે અને ફ્લાવર્સ અને જો બલારિની દ્વારા લખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, કાર્લ અર્બન, ઈસ્માઈલ ક્રુઝ કોર્ડોવા, સફિયા ઓકલી-ગ્રીન અને વેદાંતેન નાયડુ સહિત ઘણા જાણીતા કલાકારો છે. 19મી સદી દરમિયાન કેરેબિયનમાં સેટ કરેલી, કહાની પ્રિયંકા ચોપરા દ્વારા ભજવવામાં આવેલી ભૂતપૂર્વ મહિલા ચાંચિયાની આસપાસ ફરે છે, જેને તેના ભૂતકાળનો સામનો કરવો પડે છે. આ તેના પરિવારને જોખમમાં મૂકે છે. જો કે આ ફિલ્મનું શૂટિંગ હવે પૂરું થઈ ગયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

priyanka chopra hollywood movie the bluff
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ