ગ્લોબલ એક્ટ્રેસ બની ચૂકેલી પ્રિયંકા ચોપડા અને નિક જોનસ માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ હોલિવૂડના પણ ફેવરિટ કપલ છે. આ બંનેનો પ્રેમ અને એકબીજા માટે રિસ્પેક્ટ અને પ્રસંશાનો ભાવ દરેક માટે કપલ ગોલ્સ છે. એવામાં જ્યારે આ બંને એકબીજા વિશે વાત કરે છે ત્યારે તેમના ફેન્સને મજા પડી જાય છે. શનિવારે પ્રિયંકા ચોપડાઓ તેનો 38મો જન્મદિવસ ઉજવ્યો. ત્યારે પતિ નિકે પત્ની માટે એક ખાસ મેસેજ લખ્યો.
પ્રિયંકાના બર્થડે પર સૌથી ખાસ વિશ તેના પતિ નિકની હતી. નિકે ક્યૂટ અને રોમાંટિક અંદાજમાં ફોટો શેર કરતા લખ્યું-હું આખી જિન્દગી તારી આંખોમાં જોઈ શકે છે. આઈ લવ યૂ બેબી. તૂ સૌથી સુંદર, કેરિંગ અને સારી વ્યક્તિ છું, જેને હું મારી લાઈફમાં મળ્યો, હું ખૂબ જ આભારી છું કે આપણે બંને એકબીજાને મળ્યા. હેપ્પી બર્થડે બ્યૂટીફુલ. આ રીતે નિકે પત્નીનો બર્થડે ખાસ બનાવ્યો.
તમને જણાવી દઈએ કે, પ્રિયંકાને બોલિવૂડ સ્ટાર્સે પણ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. જેમ કે કરીના કપૂર ખાન, અનુષ્કા શર્મા, ફરહાન અખ્તર, રોહિત સરાફ, હિના ખાન, કેટરીના કૈફે પણ તેના માટે પોસ્ટ કરી હતી. બધાંએ તેને પ્રેરણારૂપ જણાવી અને તેની ખુશીઓ માટે પ્રાર્થના કરી હતી.
પ્રિયંકા ચોપરાના વર્કફ્રંટની વાત કરીએ તો તેણે થોડા દિવસ પહેલા જ એમેઝોન સાથે કરોડોની ડીલ સાઈન કરી છે. તે તેના પ્રોડક્શન હાઉસ પર્પલ પેબલ દ્વારા એમેઝોન સાથે અલગ પ્રકારનું કન્ટેન્ટ બનાવશે.