એક્સપ્રેસનથી ક્રેઝી કરનારી પ્રિયાએ બતાવ્યો એટિટ્યૂડ, VIDEO વાયરલ

By : krupamehta 06:35 PM, 16 April 2018 | Updated : 06:41 PM, 16 April 2018
માત્ર 28 સેકન્ડના એક્સપ્રેશન્સ ભરેલી વીડિયોથી પૂરી દુનિયાને પોતાના દીવાના બનાવનારી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર એક વખત ફરીથી ચર્ચામાં છે. પ્રિયા પ્રકાશની પાસે ફિલ્મો અને જાહેરાતના ઓફરોની કમી નથી. આ વચ્ચે એમની ચોકલેટ બ્રાન્ડેડ એડ સામે આવ્યો છે, વીડિયોમાં પ્રિયા પ્રકાશ ફુલઓન એટીટ્યૂડ દેખાડતી નજરે જોવા મળી છે. 

IPL 2018 સિઝન પર બેસ્ડ આ એડમાં પ્રિયા પ્રકાશન સ્ટેડિયમમાં બેઠેલી જોવા મળી રહી છે. થોડાક જ અંતર પર ક્રિકેટર્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે. જ્યારે પ્રિયાની પાસે બોલ આવે છે, તો એક ક્રિકેટર એને બોલ ઊઠાવીને આપવાનું કહે છે. જવાબમાં પ્રિયા કહે છે  હું ફેંકેલી ચીજ ઊઠાવતી નથી. ચોકલેટની એ જાહેરાતને એમના ચાહકો પસંદ કરે છે. 
 Recent Story

Popular Story