બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / આજથી રાજ્યમાં 'બેગલેસ ડે'નો પ્રારંભ, પરંતુ અમદાવાદમાં પરિપત્રનું સુરસુરિયું, કહ્યું 'ટૂંક સમયમાં જાણ થતા...'
Last Updated: 11:17 AM, 5 July 2025
Ahmedabad News : ગુજરાતનો શિક્ષણ વિભાગ એટલો પાંગળો થઇ ચુક્યો છે કે, ખાનગી શાળાઓ આવો કોઇ વિભાગ હોય તેવું જ માનતા નથી શિક્ષણ વિભાગ દ્વારા કોઇ પણ પરિપત્ર બહાર પાડવામાં આવે તો ખાનગી શાળાઓ સૌથી પહેલા તેનો ઉલાળીયો કરે છે. અગાઉ FRC અને RTE સમયે પણ ખાનગી શાળાઓએ સરકારની સામે પણ બાંયો ચઢાવી હતી. સરકારને પણ ગોઠણીયાભેર કર્યા બાદ આ નિયમોને લાગુ કર્યા હતા.
ADVERTISEMENT
અમદાવાદની શાળાઓ પરિપત્રને ઘોળીને પી ગયા
ગુજરાતમાં વિદ્યાર્થીઓનું શિક્ષણનું ભારણ ઘટાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શનિવારને બેગલેસ ડે જાહેર કરાયો હતો. જેમાં બાળકોને શિક્ષણ સિવાયની તમામ પ્રવૃતિઓ કરાવવા માટે આદેશ અપાયો હતો. જો કે શિક્ષણ વિભાગનાં આદેશનું સુરસુરિયું ન કરે તો ખાનગી શાળા કઇ રીતે કહેવાય. અમદાવાદમાં શિક્ષણ વિભાગના પરિપત્રનું સુરસુરિયું થતું જોવા મળ્યું હતું. અમદાવાદની મોટા ભાગની શાળામાં શિક્ષણ કાર્ય યથાવત છે. DEO ઓફિસથી પરિપત્ર જ મળ્યો ન હોવાનું બહાનું ધરીને શાળાઓએ નિયમોનો વધારે એક વખત ઉલાળિયો કરી દીધો છે. મોટા ભાગની શાળાઓ બહાર વિધાર્થીઓ શાળામાં બેગ લઈને આવતા જોવા મળ્યા હતા. શાળાઓમાં શિક્ષણ કાર્ય યથાવત્ત જ ચાલતું જોવા મળ્યું હતું. અમદાવાદની 90 ટકાથી વધુ શાળામાં વિદ્યાર્થીઓ બેગ સાથે જ પહોય્યા હતા. દર શનિવારે પ્રાથમિક શાળામાં બેગલેસ ડે જાહેર કરાયો હોવા છતા પણ વિદ્યાર્થીઓને બેગ સાથે જ બોલાવાયા હતા.
ADVERTISEMENT
અમદાવાદ માં બેગ લેશ ડે ફક્ત કાગળ પર જ જોવા મળ્યું. ગણતરીની સ્કૂલોની બાદ કરતા 95% સ્કૂલો શિક્ષણ કાર્ય યથાવત રાખ્યુ હતું. અમને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સુચના નઆપવામાં આવી નથી. સૂચના ન હોવાથી રેગ્યુલર કાર્ય યથાવત રાખ્યું છે. આદેશ ન હોવાથી વિધાર્થીઓ બેગ લઈને જ શાળાએ આવ્યા છે.
વર્ષા ઉપાધ્યાય (આચાર્ય, આનંદ વિદ્યાલય અમદાવાદ)
આ પણ વાંચો : Video: પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો ઈડરિયો ગઢ, કેમેરામાં કેદ આહલાદક દ્રશ્યો
ADVERTISEMENT
Surat માં થયું પાલન
દર શનિવારે સુરતની શાળાઓમાં બેગલેસ ડે જાહેર કરાયો છે જેનું પાલ સુરતમાં કરાયું હતું. શાળામાં આજે વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા હતા. શાળાઓમાં વિદ્યાર્થીઓને જુદી જુદી ઈત્તર પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વ્યાયામ, યોગા, પ્રાણાયામ કરાવ્યા હતા. વિદ્યાર્થીઓને અવનવી ભુલાઈ જતી રમતો રમાડવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ પણ પહેલા દિવસે ખુશ જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
Vadodara માં પણ પાલન
આજથી દર શનિવારે પ્રાથમિક સ્કૂલમાં બેગલેસ ડે જાહેર કરાયો છે. વડોદરાની સરકારી શાળાઓમાં આજથી અમલ શરૂ થયો છે. બાળકો દફતર વગર શાળામાં આવ્યા હતા. વડોદરાની શાળાઓએ બેગલેસ ડેનાં બદલે તેનું ગુજરાતી નામ મોજીલો શનિવાર નામ આપ્યું હતું. બાળકો આજે સામુહિક એક્ટીવિટી કરવામાં આવી હતી. વકતૃત્વ સ્પર્ધા, બાળગીત, બાળ વાર્તા, ચિત્ર સ્પર્ધા અને રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.