બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / privacy policy: whatsapp said to SC that they have no user data except name and number

ભારત / whatsapp યૂઝર્સ પરથી ટળ્યો મોટો ખતરો, કંપની સુપ્રીમમાં જે બોલી તે ખરેખર રાહત આપનારુ

Vaidehi

Last Updated: 08:08 PM, 2 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટેને WhatsApp એ કહ્યું કે પોલિસી અનુસાર તે પોતાના યૂઝર્સનો સેંસિટિવ પર્સનલ ડેટા પ્રોસેસ કરતું નથી.

  • WhatsApp એ સુપ્રીમ કોર્ટેને આપી મોટી માહિતી
  • પ્રાઈવસી પોલિસી કેસ અંગે કર્યો ખુલાસો
  • કહ્યું WhatsApp  એન્ડ-ટૂ-એન્ડ ઈન્ક્રિપશ્ન દ્વારા સુરક્ષિત

Whatsappનાં યૂઝરો માટે ખુશ ખબર આવી છે. પ્રાઈવસી પોલિસીનો જે કેસ વોટ્સએપ પર ચાલી રહ્યો હતો તે અંગે એપ તરફથી મોટી માહિતી આપવામાં આવી છે. તેમના વકીલે સુપ્રીમ કોર્ટની પીઠને જણાવ્યું કે 'વોટ્સએપ પોતાના 
યૂઝર્સનો સેંસિટિવ પર્સનલ ડેટા પ્રોસેસ કરતું નથી.'

વોટ્સએપની 2 પોલિસી છે...- વકીલ સિબ્બલ
વોટ્સએપ તરફથી વકીલ સિબ્બલે જણાવ્યું કે એપની 2 પોલિસી છે. એક પોલિસી યૂરોપીય સંઘમાં લાગૂ પડે છે જ્યારે બીજી ભારત સહિત બાકીનાં દેશોમાં લાગૂ પડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં એપ્લિકેશનનાં 600 મિલિયન યૂર્ઝર્સ છે અને તેમાંથી કોઈએ પણ ફરિયાદ નોંધાવી નથી કે વોટ્સએપ દ્વારા કોઈપણ ત્રીજા પક્ષને તેમનો ડેટા લીક કરવામાં આવે છે. તેમણે આગળ જણાવ્યું કે વોટ્સએપ એન્ડ ટૂ એન્ડ ઈન્ક્રિપેશ્ન દ્વારા સુરક્ષિત છે અને એપની પાસે યૂઝર્સનાં મેસેજ સંબધિત કોઈ જાણકારી નથી. તેમણે કહ્યું કે ઉપયોગકર્તાઓનાં નામ સિવાય વોટ્સએપ પાસે માત્ર ફોન નંબર હોય છે.

'આ અમારી પોલિસી છે'- WhatsApp
તેમણે કહ્યું કે અમારી પાસે શું જાણકારી છે? તમારું નામ, ફોન નંબર બસ એટલું જ.. અમારી પાસે આ જ જાણકારી છે. મૂળરૂપે આ ફોનનંબર જ છે. પરંતુ પર્સનલ ડેટાથી કોઈ લેવા-દેવા નથી. વોટ્સએપ પર્સનલ સેંસિટિવ ડેટા પ્રોસેસ નથી કરતું. આ અમારી પોલિસી છે.

2017માં પીઠને સોંપવામાં આવ્યો કેસ 
જસ્ટિસ કે.એમ.જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરૂદ્ધ બોસ, જસ્ટિસ હ્રષિકેશ રૉય અને જસ્ટિસ સીટી રવિકુમારની બંધારણિય ખંડપીઠ, WhatsAppની 2016ની પ્રાઈવસી પોલિસીને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી. મામલો 2017માં બંધારણિય પીઠ ખાતે મોકલવામાં આવ્યો હતો.

સુનાવણીને સ્થગિત કરવાની વિનંતી કરી હતી
ગત સુનાવણીમાં ખંડપીઠને જણાવવામાં આવ્યું હતું કે બજેટ 2023નાં બીજાં 6 માસમાં સંસદમાં ડેટા સંરક્ષણ વિધેયક રજૂ થનારૂં છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને WhatsApp પ્રતિવાદિયોમાંથી 2 એ આ મામલામાં બેંચની સુનાવણીને સ્થગિત કરવાની વિનંતી કરી હતી. સીનિયર એડવોકેટ્સની સંક્ષિપ્ત સુનાવણી બાદ પીઠે સંકેત આપ્યાં કે તે આ મુદા પર પક્ષોને સાંભળશે કે શું તેમને આ સુનાવણી ચાલુ રાખવી જોઈએ કે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court WhatsApp privacy policy ડેટા પ્રાઈવસી સર્વોચ્ચ અદાલત privacy policy whatsapp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ