privacy of 40 crore indian social media users will end when the new law comes into force
સોશિયલ મીડિયા /
શું હવે તમારી મરજીથી સોશિયલ મીડિયામાં પોસ્ટ નહીં કરી શકાય? સરકાર કરવા જઇ રહી છે આ નિર્ણય
Team VTV07:54 AM, 14 Feb 20
| Updated: 09:42 AM, 14 Feb 20
સોશિયલ મીડિયા પર સરકારની નજર છે ચેતી જજો. કેમકે સોશિયલ મીડિયાનો ઘણો ફાયદો છે તેટલું જ નુકશાન છે. ઘણીવાર સોશિયલ મીડિયાનો દુર ઉપયોગ થયો હોય છે જેના કારણે અનેક નુકશાન પણ થાય છે. જેને પગલે સરકાર તેને લઈને ગંભીરતાથી વિચારી રહી છે સરકાર બનાવવા જઈ રહી છે આ કાયદો.
સોશિયલ મીડિયા, મેસેજિંગ એપ્લિકેશન પર લાગશે બ્રેક
સરકાર સોશિયલ મીડિયા મુદ્દે બનાવી રહી છે કાયદો
સરકાર માગે ત્યારે યૂઝરની માહિતી આપવી પડશે
સોશિયલ મીડિયાનો થઈ રહ્યો છે બેફામ ઉપયોગ
સોશિયલ મીડિયાને લીધે ઘણા દેશોની સત્તા પલટાઈ છે એવું પણ બન્યું છે. સોશિયલ મીડિયાને લીધે રાજકારણીઓએ સત્તા પણ મેળવી છે તો અનેક વિરોધોનો સામનો પણ કર્યો છે. તો સમાન્ય કે ખ્યાતનામ વ્યક્તિની સોશિયલ મીડિયાને કારણે ફજેતી પણ થઈ છે. ત્યારે સરકાર આ સોશિયલ મીડિયાને લઈને કાયદો બનાવવા જઈ રહી છે.
મહિનાના અંત સુધીમાં સરકાર ઘડી શકે છે કાયદો
સોશિયલ મીડિયા કે મેસેજિંગ એપ્લિકેશનનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના દુરુપયોગ પર બ્રેક લગાવવા માટે સરકાર સોશિયલ મીડિયા મુદ્દે કાયદો બનાવી રહી છે. મહિનાના અંત સુધીમાં સરકાર કાયદો ઘડી શકે છે. 40 કરોડ સોશિયલ મીડિયા યુઝર્સની પ્રાઈવર્સી ખતમ થઈ જશે. આ મહિનાનાં અંત સુધીમાં સરકાર કાયદો બનાવશે.
ફેસબુક, ટ્વીટર, યૂટ્યૂબ, ટિકટોકને આપવી પડશે માહિતી
હવેથી ફેસબુક, ટ્વીટર, યૂ ટ્યૂબ, ટિક ટોકને સરકાર જ્યારે યુઝર્સની માહિતી માંગે ત્યારે માહિતી આપવી પડશે. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ અસોસિયેશન ઓફ ઈન્ડિયાએ નવી જોગવાઈનો વિરોધ કરતા તેને ખાનગી અધિકારની વિરુદ્ધ હોવાનુ કહ્યું છે. જોગવાઈ પ્રમાણે સોશિયલ મીડિયા કંપનીઓએ સરકારના આદેશ પર 72 કલાકમાં પોસ્ટ કરનારની તમામ વિગતો આપવી પડશે. તેમજ કંપનીઓએ યુઝર્સનો 180 દિવસ સુધી રેકોર્ડ રાખવો પડશે. આ નિયમ એ સોશિયલ મીડિયા કંપનીઓને લાગુ પડશે જેનાં ભારતમાં 50 લાખ જેટલા યુઝર્સ છે. ભારતમાં 50 કરોડ લોકો ઈન્ટરનેટ વાપરે છે.
લોકોનો અવાજ દબાવી રહી છે સરકાર
સરકારની આ નીતિથી સોશિયલ મીડિયા કંપનીઆ નાખુશ છે. કંપનીઓએ સરકારને ફેક ન્યૂઝ શોધી તેને રોકવામાં મદદ કરવા પહેલ કરી હતી પણ સરકાર એમ કરવાને બદલે સોશિયલ મીડિયા પર લોકોનું અભિવ્યક્તિ સ્વાતંત્ર છીનવા બેઠી છે. સરકાર આતંકવાદ, દેશ વિરોધી એક્ટિવીટી , ચાઈલ્ડ પોર્ન જેવા વિષયોને આગળ ધરીને લોકોનો અવાજ દબાવી રહી છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયાથી માર્કેટીંગ કરીને સત્તા મેળવનાર સરકારને સોશિયલ મીડિયા પર CAA અને NRC જેવા મુદ્દાઓનો વિરોધ ભારે પડ્યો છે. જેના કારણે સરકાર આ સોશિયલ મીડિયા પરનો અવાજ દબાવવા માંગે છે. એવું સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે નોંધનીય છે કે વર્ષ 2018માં સરકાર આ અંગે વિચારણાધીન હતી.