ક્રિકેટર પૃથ્વી શૉ પર હુમલો કરનારી ઈન્ફ્લૂએન્સર સપના ગિલ અને અન્ય 3 આરોપીઓને કોર્ટે વધુ 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલેલ છે.
પૃથ્વી શૉ પર હુમલો કરનારા આરોપીઓ સામે કોર્ટનો આદેશ
સપના ગિલ અને અન્ય 3 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડી
કુલ 8 લોકો સામે પોલીસે લગાવ્યાં હતાં ચાર્જિસ
મુંબઈની એક કોર્ટે ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉની કાર પર હુમલો કરવા અને તેમની સાથે મારપીટ કરવાનાં મામલામાં સોમવારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સપના ગિલ અને અન્ય 3 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. પોલીસે IPCની કલમ 387 હેઠળ વ્યક્તિને મૃત્યુનો ભય અથવા ગંભીર ઈજા પહોંચાડવા સામે કેસ નોંધ્યો હતો એટલું જ નહીં તોફાનો અને મારપીટ કરવાનાં ચાર્જજિસ પણ સપના ગિલ અને અન્ય 3 લોકો પર લગાવ્યાં છે.
કુલ 8 લોકો સામે નોંધાયો કેસ
ગિલનાં વકીલ કશીફ અલી ખાને કોર્ટમાં કહ્યું કે વધારાની કલમ આરોપીઓને માત્ર હેરાન કરવા માટે પાછળથી ઊમેરવામાં આવી છે. પોલીસે સપના ગિલ સહિત અન્ય 7 લોકો સામે IPCની કલમ 143, 148,384, 506 અંતર્ગત કેસ નોંધ્યો છે.
સમગ્ર ઘટના:
પૃથ્વી શૉ પોતાના મિત્રોની સાથે હોટલમાં જમવા આવ્યાં હતાં તે દરમિયાન કેટલાક ફેન્સ તેમની પાસે સેલ્ફી લેવા આવ્યાં અને પૃથ્વીએ તેમની સાથે સેલ્ફી લીધી પણ ખરી! ત્યારબાદ ફરીથી તે જ ગ્રુપ પાછું આવ્યું અને ફરી એકવાર સેલ્ફી લેવા માટે કહ્યું ત્યારે પૃથ્વીએ ના પાડતાં કહ્યું કે તે મિત્રો સાથે જમવા આવ્યા છે અને તેઓ તેમને હેરાન કરવા નથી ઈચ્છતાં.. પરંતુ ગ્રુપ વધુ આગ્રહ કરવા લાગ્યું તેથી મિત્રએ મેનેજરને ફોન કરીને તેમને હોટલ બહાર કઢાવ્યાં જેના કારણે તે ગ્રુપ બહાર પૃથ્વી શૉની રાહ જોવા લાગ્યું.
હોટલની બહાર નિકળતાં જ કાર પર હુમલો
બહાર નિકળતાની સાથે જ તે લોકોએ બેઝબોલનાં બેટથી પૃથ્વી શૉનાં મિત્રની ગાડીનો કાચ તોડ્યો. તે સમયે પૃથ્વી શૉ કારમાં જ બેઠેલ હતાં. પૃથ્વી શૉ વિવાદ નહોતાં ઈચ્છતાં તેથી તેમને બીજી કારથી મોકલવામાં આવ્યું . શૉનાં મિત્રની કારને જોગેશ્વરી પેટ્રોલ પંપ પાસે રોક્યું ત્યારે મહિલા આવીને કહેવા લાગી કે આ મામલામાં સુલેહ કરવી હોય તો 50000 રૂપિયા આપવા પડશે નહીંતર તે ખોટા આરોપો લગાવશે...
યુવતીની કરી ધરપકડ, બેઝબોલનાં બેટથી કર્યો હુમલો
ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉની સાથે એક યુવતી જ્યારે સેલ્ફી લેવા આવી ત્યારે બંને વચ્ચે મારામારી શરૂ થઈ. આ સમગ્ર મામલો જોગેશ્વરી લિંક રોડ લોટસનાં પેટ્રોલ પંપ પાસેનો છે. પૃથ્વી શૉનાં મિત્રએ જણાવ્યું કે 'પૃથ્વી હોટલથી કોઈ બીજાની ગાડીમાં બેસીને રવાના થયાં હતાં, ગાડીનો કાચ તૂટ્યાં બાદ અમે જોયું તો સફેદ રંગની કાર અને 3 બાઈક અમારી પાછળ આવી રહી છે. ' આ સમગ્ર મામલામાં યુવતી સપના ગિલની પોલીસે ધરપકડ કરી હતી.