બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાબરમતી જેલમાં ચૂંટણી! એ કઇ રીતે? જાણો મહત્વ અને કેવી રીતે યોજાય છે સંપૂર્ણ પ્રક્રિયા

અમદાવાદ / સાબરમતી જેલમાં ચૂંટણી! એ કઇ રીતે? જાણો મહત્વ અને કેવી રીતે યોજાય છે સંપૂર્ણ પ્રક્રિયા

Nidhi Panchal

Last Updated: 10:28 AM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ચૂંટણી માટે કેદીઓ દ્રારા ઉમેદવારી પત્ર ભરવામા આવ્યુ હતુ, જો કે કેદીઓની યોગ્યતાના અભાવે ચૂંટણી બિન હરીફ રહી હતી.

દેશમાં હાલ ચૂંટણી મોહોલ ગરમાયેલો છે. ત્યારે બીજી તરફ અમદાવાદની સાબરમતી જેલમા પણ ચૂંટણીનો માહોલ જોવા મળ્યો.અહીં કેદી પંચાયતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ.સાબરમતી જેલમા કેદી પંચાયતની સાત બેઠકો માટે ચૂંટણી પ્રકિયા શરૂ કરવામા આવી હતી.આ ચૂંટણી માટે કેદીઓ દ્રારા ઉમેદવારી પત્ર ભરવામા આવ્યુ હતુ.જો કે કેદીઓની યોગ્યતાના અભાવે ચૂંટણી બિન હરીફ રહી હતી.

સારી ચાલ-ચલગત ઉમેદવારી માટેની મોટી લાયકાત

જે કેદી ચૂંટણી લડવાની ઈચ્છા હોય તે ઉમેદવારી પત્ર ભરી શકે છે.કેદીઓ અને વહીવટીતંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવવા માટે યોજાતી ચૂંટણીમાં પાકા કામના કેદીઓ અને જેલમાં સારી ચાલ-ચલગત ધરાવનાર કેદી જ ઉમેદવારી માટે લાયક ઠરે છે.. અને તેજ કેદી પંચાયતની ચૂંટણી લડી શકે છે.એટલુ જ નહિ

ગેરશિસ્ત આચરે તો હોદ્દા પરથી દુર કરાય છે

ચૂંટાયેલો કેદી તેના વર્ષના કાર્યકાળમાં ગેરશિસ્ત આચરે તો તેને હોદ્દા પરથી દૂર કરવામા આવે છે. દર વર્ષે સાબરમતી જેલમા કેદી પંચાયતની ચૂંટણી યોજાય છે.. પરંતુ છેલ્લા બે વર્ષમા આ ચૂટંણીની પ્રકિયા દરમ્યાન ઉમેદવારી પત્ર ભરનાર કેદીઓની યોગયતા જેલ મેન્યુઅલ મુજબ નહિ હોવાથી બિનહરીફ ચૂટંણી લડાઈ રહી છે.

ચૂંટાયેલા પ્રતિનિધીને સેવક તરીકે ઓળખવામા આવે છે.

મહત્વનુ છે કે ચૂંટણી સિસ્ટમની જેમ જેલ મેન્યુઅલમા ચૂંટણીની જોગવાઈ છે.. જેમા કેદી પંચાયતમા ચૂંટાયેલા પ્રતિનિધીને સેવક તરીકે ઓળખવામા આવે છે.. જે કેદી તથા વહીવટીતંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. એટલુ જ નહીં જેલ સેવકને સજામા રાહત મળે છે.

કેદીઓના પ્રશ્નો જેલ વહીવટીતંત્ર સુધી પહોંચાડે છે

ચૂટાયેલા સેવકના શર્ટ પર બિલ્લો લગાવવામા આવે છે.. આ સેવકોને જયુડીશીયલ, રસોડા, બેરક કુંડા, આરોગ્ય અને સ્વચ્છતાન લઈને જવાબદારી સોપવામા આવે છે.. જેઓ કેદીઓની કાયદાકીય, સલામતી, અને જમવાની રજૂઆત જેલ તંત્ર સુધી પહોંચાડે છે.. અને જેલ તંત્ર તેમની રજૂઆત સાભંળીને નિર્ણય લે છે. ઉલ્લેખનીય છે કે કેદીઓએ ઉમેદવારી પત્ર ભરીને અન્ય કેદીઓ પાસે મત માંગવા પ્રચાર પણ કરવામા આવે છે.. ત્યાર બાદ ચૂટંણીની પ્રકીયા શરૂ થાય છે.. જેમા કેદીઓ મતદાન કરીને પોતાનો સેવક ચૂંટે છે.

આ પણ વાંચોઃ ભાણીનો પ્રેમ મામાથી સહન ન થયો! સમાધાનમાં મામલો બીચક્યો, છરી પરોવી ખૂન

જેલની ચૂંટણીના માહોલ વચ્ચે બિનહરીફ સેવકોની નિમણુંક કરવામા આવી છે.. આ સેવકો દ્રારા કેદીઓના પ્રતિનિધી બનીને તેમના પ્રશ્નો અને સલામતી માટેની રજૂઆત જેલ પ્રશાસન સુધી પહોચાડવાની કામગીરી શરૂ કરાઈ છે..

સંકળાયેલા મુદ્દાઓ

Sevak Kedi Panchayat Election Sabarmati Jail
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ