બ્રિટનના રાજા કિંગ્સ ચાર્લ્સની પહેલી પત્ની ડાયનાએ પહેરેલું લાલ રંગનું એક સ્વેટર 9 કરોડમાં વેચાયું છે.
પ્રિન્સેસ ડાયનાનું સ્વેટર વેચાયું 9.13 કરોડમાં
ન્યૂયોર્કમાં હરાજીમાં લાગી કરોડોની બોલી
સ્વેટર છે સામાન્ય પણ પ્રિન્સેસે પહેર્યું હોવાથી બન્યું કિંમતી
1 હજાર-2 હજારમાં મળતા સ્વેટરના પણ કરોડો ઉપજે તેવું કહે તો માન્યામાં પણ ન આવે પરંતુ આવું બન્યું છે. સાવ સામાન્ય લાગતું, તેમાં નથી કોઈ હીરા-માણેક-મોતી જેવા કિંમતી ઝવેરાત કે નથી કંઈ ખાસ છતાંય તે કરોડોમાં વેચાયું. ન્યૂયોર્કની એક હરાજીમાં લાલ રંગનું એક સામાન્ય લાગતું સ્વેટર 9.13 કરોડમાં વેચાતા હરાજીકારો નવાઈ પામ્યાં હતા.
9.13 કરોડમાં વેચાયું પ્રિન્સેસ ડાયનાનું સ્વેટર
બ્રિટનના રાજા કિંગ્સ ચાર્લ્સની પહેલી પત્ની ડાયનાએ પહેરેલું લાલ રંગનું એક સ્વેટર 9 કરોડમાં વેચાયું છે. અમેરિકાના ન્યૂયોર્કમાં ફેશન વીકમાં આ સ્વેટરને હરાજીમાં મૂકવામાં આવ્યું હતું. હરાજી કરનાર કંપનીને એવી આશા હતી કે સ્વેટરને તેને બહુ બહુ તો 41 લાખ રૂપિયા મળશે પરંતુ તેની નવાઈ વચ્ચે આ સ્વેટરની 1.1 મિલિયન (ભારતીય રુપિયામાં 9.13 કરોડ) ડોલરમાં વેચાયું. પ્રિન્સેસ ડાયનાની અન્ય ઘણી વસ્તુઓની પણ હરાજી કરવામાં આવી હતી, પરંતુ કોઈની બોલી આટલી વધારે ન હતી. ડિઝાઇનિંગ પાર્ટનર જોઆના ઓસ્બોર્ને કહ્યું કે હરાજીના કલાકો સુધી તો કંઈ ન થયું પરંતુ છેલ્લી 10 મિનિટમાં જે બન્યું તે આશ્ચર્યજનક હતું. આટલો ઊંચો ભાવ મળશે એવી કોઈને અપેક્ષા નહોતી. લોકોના મનમાં એવો પણ સવાલ છે કે આટલા પૈસા કોણે ખર્ચ્યા છે, પરંતુ આ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
કોણે ખરીદ્યું સ્વેટર
પ્રિન્સેસ ડાયનાનું લાલ રંગનું આ સ્વેટર કોણે ખરીદ્યું છે તે જાહેર કરાયું નથી. આ સ્વેટર કોઈ મ્યુઝિયમમાં જશે ત્યારે જ ખરીદનારની ખબર પડશે.
કોનું છે સ્વેટર
બ્રિટનના રાજા કિંગ્સ ચાર્લ્સની પહેલી પત્ની ડાયનાએ 19 વર્ષની ઉંમરે આ સ્વેટર પહેર્યું હતું. જૂન 1981માં તત્કાલીન પ્રિન્સ ચાર્લ્સ પોલો મેચ રમી રહ્યા હતા. આ જોવા માટે 19 વર્ષની ડાયના પણ આવી હતી. તે સમયે તેમણે આ સ્વેટર પહેર્યું હતું. ડાયનાએ આ સ્વેટરને બ્લેક શિપ એવું નામ આપ્યું હતું. કારણ કે તેઓ એવું માનતા કે તેઓ આ સ્વેટર પહેરીને અલગ દેખાય છે.