મંગળવારે સેન ફ્રાંસિસ્કોની એક સ્ટાર્ટઅપ કંપની સાથે પ્રિન્સ હેરી ચીફ ઇમ્પેક્ટ ઓફીસર તરીકે જોડાઇ ગયા છે. તેમની આ નોકરી સાથે જોડાયેલી આર્થિક જાણકારી સાર્વજનિક કરવામાં આવી નથી. આ કંપની કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરે છે.
કંપનીના CEO એલેક્સી રૉબિચોક્સ પ્રિન્સ હેરીને કંપની માટે એકદમ સટીક જણાવે છે. તે કહે છે કે પ્રિન્સ હેરી લોકોને ખુબ પ્રોત્સાહિત કરે છે અને તે કામ દ્વારા લોકો પર સારી અસર છોડે છે. બેટરઅપ કંપની માર્સ AB inBev અને લિંકડિન જેવી કંપનીના કર્મચારીઓ સાથે માનસિક સ્વાસ્થ્ય અને કોચિંગ ક્ષેત્રમાં કામ કરે છે. એલેક્સી હેરીના પ્રયાસોની પણ ખુબ પ્રશંસા કરે છે.
શાહી પરિવારથી થયા અલગ
બ્રિટીશ શાહી પરિવારથઈ અલગ થયા બાદ અભિનેત્રી મેગન માર્કલ અને પ્રિન્સ હેરી કેલિફોર્નીયમાં રહેવા લાગ્યા છે. સાથે જ તે સતત કમાણીના સોર્સ પણ શોધી રહ્યાં છે અને તેમાં સક્રિય પણ નજર આવી રહ્યાં છે. તેમણે નેટફ્લિક્સ સાથે કન્ટેન્ટ તૈયાર કરવા અને સ્પોટિફાય માટે પોડકાસ્ટ બનાવવાના સંબંધમાં ડીલ સાઇન કરી લીધી છે. બેટરઅપ કંપની સાથે પોતાની નવી ઇનીંગની જાણકારી હેરીએ બ્લોગ પોસ્ટમાં આપી છે.
હેરીએ શું કહ્યું ?
હેરીએ કહ્યું કે તે બેટર અપ ટીમ સાથે એટલા માટે જોડાયા છે કારણ કે તે કંપની માનસિક સ્વાસ્થ્યના મિશન પર ભરોસો કરે છે. બેટરઅપની શરૂઆત 2013માં થઇ હતી. હવે કંપનીમાં કર્મચારીઓની સંખ્યા વધીને 270 થઇ ગઇ છે. કંપનીના ક્લાઇન્ટ્સમાં નાસા, શેવરોન, માર્ક, સ્નેપ અને વોર્નર મિડીયા જેવી કંપનીઓ સામેલ છે.
મેગન-હેરીએ કર્યા હતા ખુલાસા
હેરીએ વિન્ફ્રેને જણાવ્યું કે તે શાહી જીવનમાં એક કેદીની જેમ રહી રહ્યાં હતા. ગયા વર્ષે અલગ થયા બાદ અને પોતાની સુરક્ષા ગુમાવ્યા બાદ તેમને મોટો ઝટકો લાગ્યો હતો. તેમણે કહ્યું કે પરિવારે મેગનનો સાથ નહોતો આપ્યો. મેગને પણ ખુલાસો કર્યો કે પહેલીવાર જ્યારે તે ગર્ભવતી થઇ ત્યારે તેના બાળકનો રંગ કેવો હશે તેને લઇને ખુબ ચર્ચા થઇ હતી. મેગનને આત્મહત્યાના વિચારો પણ આવવા લાગ્યા હતા.