નરેન્દ્ર મોદી સરકાર પર સતત રોજગાર આપવાના ક્ષેત્રમાં નિષ્ફળ રહેવા અને ખાલી પદો પર ભરતી નહીં કરવાનો આરોપ લાગતા રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારે વિભિન્ન મંત્રાલયો અને વિભાગોથી ખાલી પદોની યાદી માંગી છે. જો કે જાણકારોનું કહેવું છે કે સરકાર આ કામમાં ખૂબ જ મોડી પડી છે.
નરેન્દ્ર મોદી સરકાર પર સતત રોજગારી ઉભી કરવાના ક્ષેત્રમાં નિષ્ફળ રહેવાના અને ખાલી પદ ન ભરવાના આરોપ લાગતા રહ્યા છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે વિવિધ મંત્રાલયો અને વિભાગો પાસે ખાલી પદના ડેટા માગ્યા છે. જેથી કેન્દ્ર સરકારના કર્મચારી PMOના નિર્દેશ પર વિવિધ મંત્રાલય અને વિભાગમાં ખાલી પડેલા પદની માહિતી એકઠી કરવાના કામમાં લાગ્યા છે.
PMOએ આ પગલું વિપક્ષના એ આરોપો બાદ ઉઠાવ્યું છે જેમાં કહેવામાં આવતું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર નવી રોજગારી ઉભી કરવામાં નિષ્ફળ રહી છે. સાથે જ વર્તમાન ખાલી પડેલા સરકારી પદ પર પણ નિમણૂક નથી કરવામાં આવી રહી.
PM કાર્યલયના આ નિર્દેશો બાદ મંત્રાલયો અને વિભાગોમાં સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે અને પદની જાણકારી માગવામાં આવી છે. જોકે કર્મચારી સંઘોએ આક્ષેપ કર્યો છે કે સરકારે પાંચ વર્ષમાં અમારી સાથે કોઈ વાતચીત જ નથી કરી. અત્યાર વિવિધ વિભાગમાં 40થી 50 ટકા પદ ખાલી છે. જે સરકાર દ્વારા સ્વીકૃત છે. પરંતુ તેમાં ભરતી નથી કરવામાં આવી રહી.