બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / prime minister narendra modis ambitious pradhan mantri mudra yojna pmmy npa doubled within one year

મુદ્રા યોજના / PM મોદીની 'મુદ્રા યોજના'થી 16500 કરોડ ફસાયા, એક વર્ષમાં બેગણી થઇ NPA

vtvAdmin

Last Updated: 01:05 PM, 26 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની મોદી સરકાર પહેલા જ કાર્યકાળથી 'મુદ્રા યોજના' ને લઇને પોતાની પીઠ થપથપાવી રહી છે. પરંતુ આ યોજનાને લઇને જે સત્ય સામે આવી રહ્યું છે એ દેશની અર્થવ્યવસ્થા માટે યોગ્ય નથી. 'ધ વાયર'એ સૂચનાના અધિકાર (RTI) હેઠળ મળેલ દસ્તાવેજોના હવાલાથી બતાવ્યું છે કે ગત એક વર્ષમાં દેશની નૉન પરફોર્મિંગ અસેટ (NPA) બે ગણી થઇ ચુકી છે.

રિપોર્ટ અનુસાર દેશની અર્થવ્યવસ્થાને આ ઝટકો પીએમ મોદી (PM Modi) ની મહત્વાકાંક્ષી યોજના 'પ્રધાનમંત્રી મુદ્રા યોજના' (PMMY) ને કારણે લાગ્યો છે. રિપોર્ટમાં બતાવાયું છે કે, નાણા રાજ્યમંત્રી શિવપ્રતાપ શુક્લાએ 12 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં આપેલ એક લેખિત નિવેદનમાં બતાવ્યું છે કે 31 માર્ચ 2018 સુધી મુદ્રા યોજનાને પગલે પબ્લિક સેક્ટરની બેન્કોનું NPA 7277.31 કરોડ રૂપિયા થયું છે.

'ધ વાયર' ને મળેલ આરટીઆઇમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, 31 માર્ચ 2019 સુધી પબ્લિક સેક્ટરની બેન્કો પર મુદ્રા યોજનાને પગલે NPA 16481.45 કરોડ રૂપિયા છે. એટલે કે આ આંકડો એક રીતે જોતા બે ગણાથી પણ વધુ છે. ગત વર્ષની તુલનામાં બેન્કોની એનપીએ 9204.14 કરોડ રૂપિયા વધી ગયી છે.  

મુદ્રા સ્કીમ હેઠળ 30.57 લાખ બેન્ક ખાતાઓને NPA જાહેર કરવામાં આવ્યા છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસની એક રિપોર્ટ મુજબ, 31 માર્ચ 2018 સુધી એનપીએ એકાઉન્ટ્સની સંખ્યા 17.99 લાખ હતી. માત્ર એક વર્ષની અંદર એનપીએ ધરાવતા  એકાઉન્ટ્સની સંખ્યામાં 12.58 લાખનો વધારો થઇ ગયો છે. 

આઇએએનએસે 13 જાન્યુઆરીની એક રિપોર્ટ પ્રકાશિત કરતા જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કે 'મુદ્રા યોજના'ને પગલે વધી રહેલી એનપીએની સમસ્યા અંગે નાણા મંત્રાલયને જણાવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

NPA Narenda Modi PMMY Pradhan Mantri Mudra Yojna business ગુજરાતી ન્યૂઝ PMMY
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ