PM મોદી દેશમાં પ્રવર્તી રહેલી કોરોનાની સ્થિતિને લઈને ચર્ચા કરવા માટે આજે શુક્રવારે એક સર્વદળીય બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં કોરોનાની વેક્સીનના વિતરણને લઈને પણ ચર્ચા કરાશે. વીડિયો કોન્ફરન્સથી થનારી આ બેઠકમાં અનેક નેતાઓ હાજરી આપશે.
કોરોના પર ચર્ચા મુદ્દે આજે સર્વદળીય બેઠક મળશે
PM મોદીએ બોલાવી સર્વદળીય બેઠક
કોરોના સંક્રમણની સ્થિતિ અને વેક્સિન મુદ્દે પણ ચર્ચા કરાશે
મહામારીના કારણે વર્ચ્યુઅલી રીતે સર્વદળીય બેઠક બોલવવામાં આાવી છે. તેમાં અનેક દળના નેતાઓ સામેલ થશે. છેલ્લા કેટલાક દિવસો પહેલાં પણ પીએમ મોદીએ કોરોનાને લઈને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી.
કોરોના વેક્સીનને લઈને પણ થઈ શકે છે ચર્ચા
આ સર્વદળીય બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો 3 કૃષિ કાયદાની વિરુદ્ધમાં દિલ્હી બોર્ડર પર છેલ્લા 7 દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે. જો કે બેઠકમાં કોરોના વેક્સીનની યોજનાને લઈને ચર્ચા થઈ શકે છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો દિલ્હીમાં ગુરુવારે 3734 નવા કેસ આવ્યા છે જ્યારે 82 લોકો છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે. કોરોનાના કારણે દિલ્હીમાં મૃત્યુ પામનારાની સંખ્યા 9424 સુધી પહોંચી છે.
આ નેતાઓ સર્વદળીય બેઠકમાં થશે સામેલ
કોરોના વેક્સીનને લઈને બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં અનેક વિપક્ષી નેતાઓ પણ ભાગ લે તેવી આશા છે.
બીજૂ જનતા દળના ચંદ્રશેખર સાહુ
YSRCPથી વિજય સાઈ રેડ્ડી અને મિથુન રેડ્ડી
AIMIMથી ઇમ્તિયાઝ જલીલ
શિવસેનાના વિનાયક રાઉત
જેડીયૂથી આરસીપી સિંહ
કોંગ્રેસના ગુલામ નબી આઝાદ અને અધીર રંજન ચૌધરી જોડાશે