ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં 21 વિશ્વના નેતાઓને પાછળ છોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચના સ્થાન પર પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક લેવલની લોકપ્રિયતામાં વધારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચના સ્થાન પર પહોંચ્યા
મેક્સિકોના રાષ્ટ્રપતિને રાખી દીધા પાછળ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક લેવલની લોકપ્રિયતામાં દિવસેને દિવસે વધારે થઈ રહ્યો છે. ત્યારે ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં 21 વિશ્વના નેતાઓને પાછળ છોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચના સ્થાન પર પહોંચ્યા છે. વિશ્વના નેતાઓમાં સૌથી શ્રેષ્ઠ કામ કરનાર નેતાની યાદીમાં નરેન્દ્ર મોદી સૌથી વધુ પસંદગી પામ્યા છે. બાદમાં બીજા સ્થાને મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ ત્રીજા નંબરે છે. મહત્વનું છે કે આ રેટિંગ માર્ચના છેલ્લા એક સપ્તાહ માટે છે.
મોદીનવ 76 ટકા લોકોએ શ્રેષ્ઠ રાજનેતાના રૂપમાં સ્વીકાર્યા
2022 થી 28 માર્ચ સુધીના આ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 76 ટકા શ્રેષ્ઠ રાજનેતાના રૂપમાં લોકોએ સ્વીકાર્ય છે. વધુમાં 100 ટકા લોકોમાંથી 5% લોકોએ તેમના વિશે કાંઈ અભિપ્રાય આપવાનું ટાળ્યું હતું તો 19% લોકોએ તેમને નાપસંદ કર્યા હોવાની પણ હકીકત છે.પીએમ મોદીએ એક સપ્તાહમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો જેવા પ્રખ્યાત નેતાઓને પણ તેમના પ્રિય રાજનેતા તરીકે પાછળ છોડી દીધા છે.
મેક્સિકોના રાષ્ટ્રપતિને 61 ટકા લોકોએ શ્રેશ ગણાવ્યા
મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરને 61% લોકોએ શ્રેષ્ઠ રાજકારણી તરીકે આવકાર આપ્યો છે તો તેમના વિશે પણ ચાર ટકા લોકોએ અભિપ્રાય આપવાનું ટાળ્યું હતું તે જ રીતે 34% લોકોએ તેઓને ના પસંદ કર્યા છે બીજી બાજુ ત્રીજા સ્થાન પર આવેલ 55 ટકા લોકોએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોનીને શ્રેષ્ઠ રાજકારણી તરીકે બતાવ્યા છે. તો ૧૨ ટકા લોકોએ અભિપ્રાય આપવાનું ટાડ્યું છે અને 32% લોકો તેમને સારા નેતા તરીકે નકાર્યા હતા.