prime minister narendra modi to undertake aerial survey of cyclone affected areas of west bengal mamata banerjee also asked pm to come
મુલાકાત /
મમતા બેનર્જીની અપીલ સ્વીકારીને આ કામ માટે PM મોદી 57 દિવસ બાદ નીકળશે બહાર
Team VTV10:31 PM, 21 May 20
| Updated: 10:46 PM, 21 May 20
વાવાઝોડા અમ્ફાનને કારણે પશ્ચિમ બંગાળમાં ભયાનક તારાજી સર્જાઇ છે. તેના કારણે 72થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. આ દરમિયાન મમતા બેનર્જીએ બંગાળના લોકોને રાહત પેકેજની જાહેરાત કરતા કહ્યું હતું કે પીએમ મોદીએ બંગાળમાં આવીને સ્થિતિનું નિરીક્ષણ કરવું જોઇએ.
વાવાઝોડા અમ્ફાનને કારણે પશ્ચિમ બંગાળમાં ભયાનક તારાજી સર્જાઇ છે.
હવે પીએમ મોદી શુક્રવારે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. સાથે જ તેઓે રિવ્યૂ મીટિંગ પણ કરશે, જેમા રાહત અને બચાવને લઇને ચર્ચા થશે.
ઓરિસ્સા પણ જશે પીએમ મોદી
અમ્ફાન વાવાઝોડા પશ્ચિમ બંગાળ ઉપરાંત ઓરિસ્સામાં પણ નુકશાન પહોંચાડ્યું છે. આ વાવાઝોડાને કારણે વીજળી અને ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખુબજ નુકશાન થયું છે. પીએમઓ કાર્યાલયના ટ્વિટ મુજબ પીએમ મોદી ઓરિસ્સામાં થયેલા નુકશાનનું પણ હવાઇ નિરીક્ષણ કરશે.
Tomorrow, PM @narendramodi will travel to West Bengal and Odisha to take stock of the situation in the wake of Cyclone Amphan. He will conduct aerial surveys and take part in review meetings, where aspects of relief and rehabilitation will be discussed.
વાવાઝોડા અમ્ફાન વિશે પ્રેસ કોન્ફરન્સ કરી મમતા બેનર્જીએ કહ્યું, હાલ સુધી પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત થઇ ચૂક્યા છે. મેં આજ સુધીમાં આટલી મોટી તારાજી નથી જોઇ. હું પીએમ મોદીને અપીલ કરીશ કે તેઓ બંગાળ આવે અને સ્થિતિનું નિરીક્ષણ કરે. જે લોકોના મોત થયા છે, તેમના પરિવારને 2.5 લાખનું વળતર આપવાનું એલાન કરું છું.