prime minister narendra modi departs for italy and uk visit for 16th g 20 summit and cop 26
BIG NEWS /
PM મોદી રોમ પહોંચ્યા, G20 અને COP26 ઉપરાંત કરશે 20 મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક
Team VTV08:43 AM, 29 Oct 21
| Updated: 10:27 AM, 29 Oct 21
પીએમ મોદી શુક્રવારથી 5 દિવસ માટે ઈટલી અને બ્રિટનના પ્રવાસ પર છે.
પીએમ મોદીનો કાર્યક્રમ 5 દિવસ માટે વ્યસ્ત
પીએમ મોદી જી 20 સંમેલન અને COP26 સંમેલનની સાથે સાથે 20 મોટી દ્વિપક્ષીય મુલાકાતો પણ કરશે
પીએમ મોદી ઈટાલીનાં રોમ ખાતે પહોંચ્યા
પીએમ મોદી ઈટાલીનાં રોમ ખાતે પહોંચ્યા હતા
પીએમ મોદી ઈટાલીના રોમ પહોંચ્યા છે. ઇટલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીના આમંત્રણ પર 30-31 ઓક્ટોબર દરમિયાન રોમમાં 16મી જી-20 સમિટમાં ભાગ લેશે. ત્યાર બાદ પીએમ મોદી ઈટાલીના પીએમ મારિયો ડ્રેગી સાથે પણ બેઠક કરશે
PM Narendra Modi arrives in Rome, Italy. He will participate in the 16th G-20 Summit here from October 30-31 at the invitation of Italian Prime Minister Mario Draghi.
આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીનો કાર્યક્રમ વ્યસ્ત રહેવાનો છે. એક મીડિયા ગ્રુપની જાણકારી મુજબ પીએમ મોદી વિદેશ પ્રવાસ દરમિયાન ન ફક્ત જી 20 સંમેલન અને COP26 સંમેલનમાં ભાગ લેશે બલ્કે 20 મોટી દ્વિપક્ષીય મુલાકાતો પણ કરશે. પોતાની યાત્રા દરમિયાન પીએમ રોમમાં થોડીક રસપ્રદ જગ્યાઓનો પણ પ્રવાસ કરશે.
સંમેલનની સાથે સાથે 20 મોટી દ્વિપક્ષીય મુલાકાતો પણ કરશે પીએમ મોદી
5 દિવસના આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં શામેલ થવાની સાથે સાથે સતત મોટી દ્વિપક્ષીય બેઠકો કરવાના છે. આ બેઠકોમાં યુરોપીય પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ, યુરોપીય આયોગની મહિલા અધ્યક્ષ ઉર્સુલા વાન ડેર લેયેન, ઈટલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગી, પોપ ફ્રાન્સિસ, કાર્ડિનલ સચિવ પૈટ્રો પરોલીન, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને સિંગાપુરના પીએમ લી સીન લૂંગ શામેલ છે. સાથે પીએમ મોદી જર્મન ચાંસલર એન્જેલા મર્કેલ, યુકેના પીએમ બોરિસ જોનસન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્યૂઅલ મૈક્રો, સ્પેનના પીએમ પેડ્રો સાંચેજ સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત કરશે.
પીએમ મોદી 1 નવેમ્બરે લગભગ 3 કલાકની મૈરાથોન બેઠક કરવાના
ત્યારે યૂનાઈટેડ કિંગડમમાં પીએમ મોદી 1 નવેમ્બરે લગભગ 3 કલાકની મૈરાથોન બેઠક કરવાના છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી સ્થાનીય સમય મુજબ સવારે 9 વાગે બેઠકોનો દોર શરુ કરશે. જેમાં ઈઝરાયલ, જાપાન, સ્વિટઝરલેન્ડ, ફિનલેન્ડ, નેપાળ, મલાવી, યુક્રેન અને અર્જેન્ટીના સામેલ છે. સાથે યુકેમાં પીએમ મોદી માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ સાથે પણ મુલાકાત કરવાના છે.
પીએમ મોદી કેટલીક રસપ્રદ જગ્યાઓ પર પ્રવાસ કરશે
રવિવારે પીએમ મોદી રોમના પ્રસિદ્ધ અને ઐતિહાસિક ટ્રેવી ફાઉન્ટેન જશે. ઉલ્લેખનીય છે કે ટ્રેવી ફાઉન્ટેન રોમમાં પર્યટકોંની સૌથી વધારે પસંદ કરવામાં આવતી જગ્યામાંથી એક છે. ત્યારે રોમમાં પીએમ મોદી પીઅજ્જા ગાંધી જઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. સાથે પીએમ પોપ ફ્રાન્સિસ સાથે પણ મુલાકાત કરશે. જો કે કોવિડના કારણે કોઈ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી.
જળવાયુ પરિવર્તનને લઈને પીએમ મોદી કરશે વાત
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી રોમમાં 16મં જી 20 સંમેલનમાં સામેલ થશે. જેમાં કોવિડ બાદ ગ્લોબલ ઈકોનોમી અને હેલ્થ રિકવરીની સાથે સાથે જળવાયું પરિવર્તન પર પણ ચર્ચા થશે. ત્યારે યૂકેના ગ્લોસગોમાં પીએમ મોદી COP26 એટલે કે કોન્ફ્રન્સ ઓફ પાર્ટીજમાં સામેલ થશે. જેમાં જળવાયું પરિવર્તન પર જોર રહેશે.