બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સાડા 3 કલાકની ઊંઘ, 6 વાગ્યા બાદ જમવાનું નહીં..., 74 વર્ષે કંઇક આવી છે PM મોદીની લાઇફસ્ટાઇલ
Last Updated: 11:07 AM, 17 September 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 74 વર્ષની ઉંમરે પણ તેઓ ખૂબ જ ફિટ છે અને સ્વસ્થ જીવન જીવે છે. પીએમ મોદીએ અનેક પ્રસંગોએ કહ્યું છે કે યોગ અને સંતુલિત આહારની આદતો તેમના સ્વસ્થ જીવનની ચાવી છે. ત્યારે ચાલો જાણીએ કે પીએમ મોદીની દિનચર્યા શું છે?
ADVERTISEMENT
પોતાને ફિટ રાખવા માટે પીએમ મોદી વજ્રાસન, સેતુબંધાસન, ભુજંગાસન અને ઉત્તાનપાડાસન જેવા યોગાસનો કરે છે. પીએમ મોદી દરરોજ માત્ર સાડા ત્રણ કલાકની ઊંઘ લે છે. તેઓ સાંજે છ વાગ્યા પછી કંઈ ખાતા નથી.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને એકવાર કહ્યું હતું કે તેઓ પીએમ મોદીની દિનચર્યાથી ખૂબ પ્રભાવિત છે. પીએમ મોદી દરરોજ માત્ર સાડા ત્રણ કલાકની ઉંઘ લે છે અને સાંજે છ વાગ્યા પછી કંઈ ખાતા નથી. પીએમ મોદી સાદો અને સંતુલિત ખોરાક ખાવામાં માને છે. તેઓ સામાન્ય રીતે તેમના ભોજનમાં દાળ, ભાત, ખીચડી જેવી વાનગીઓ લેવાનું પસંદ કરે છે.
યોગથી થાય છે દિવસની શરૂઆત
પીએમ મોદીના દિવસની શરૂઆત યોગથી થાય છે. તેઓ દરરોજ લગભગ 40 મિનિટ યોગા કરે છે. પીએમ મોદીનો દિવસ સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ કર્યા વિના શરૂ થતો નથી. તેઓ અઠવાડિયામાં બે વાર યોગ નિદ્રા કરે છે. એકવાર તેમણે પોતે કહ્યું હતું કે અનિદ્રાથી બચવા માટે યોગ નિદ્રા ખૂબ જ ફાયદાકારક છે.
પીએમ મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ચાલવું જીવન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેઓ જેટલું શક્ય હોય, તેટલું ચાલવામાં વિશ્વાસ રાખે છે. આ ઉપરાંત, સ્વાસ્થ્યની દૃષ્ટિએ તેઓ લીલા ઘાસ પર ચાલવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો: આર્ટિકલ 370, નોટબંધી..., જુઓ આ છે PM મોદીના એવાં 11 સાહસિક નિર્ણયો, જેને દેશની દિશા બદલી નાખી
હળવો નાસ્તો અને સાંજે 6 વાગ્યા પછી ભોજન નહીં
વડાપ્રધાન મોદી શાકાહારી છે. તેઓ અનેક પ્રસંગોએ ઉપવાસ પણ કરે છે. તેઓ સામાન્ય રીતે સવારે નવ વાગ્યાની આસપાસ નાસ્તો કરે છે. પીએમ મોદીએ ફિટ ઇન્ડિયા સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેમને સરગવાના પરોઠા ખૂબ જ પસંદ છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તેઓ અઠવાડિયામાં બે વાર આવા પરાઠા ચોક્કસ ખાય છે. તેમનું રાત્રિભોજન સામાન્ય રીતે હળવું હોય છે, જેમાં મોટે ભાગે ગુજરાતી ખીચડી હોય છે. તેઓ સાંજે છ વાગ્યા પછી કંઈ ખાતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.