એક તરફ જ્યાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદને લઇને 17 નવેમ્બર સુધી ચૂકાદો આવવાની આશા દર્શાવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દા પર એકવાર ફરીથી હવા આપવાની કોશિશ છે. મહારાષ્ટ્રના નાસિકમાં આયોજિત એક રેલીમાં આજે પીએમ મોદીએ કહ્યું કે કેટલાક 'બયાન બહાદૂર' લોકો રામ મંદિરને લઇને નિવેદનબાજી કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના નાસિકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક રેલીને સંબોધન
PM મોદીએ કહ્યું , દેશના તમામ નાગરિકોનું સુપ્રીમ કોર્ટ પ્રત્યે સમ્માન જરૂરી
PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે મહારાષ્ટ્ર રાજ્યના નાસિકથી ચૂંટણી બ્યૂગલ ફૂંક્યુ
પીએમ મોદીએ કહ્યું કે, દેશના તમામ નાગરિકોનું સુપ્રીમ કોર્ટ પ્રત્યે સમ્માન ખુબ જ જરૂરી છે. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હોય, જ્યારે સુપ્રીમ કોર્ટ સતત દલીલ સંભળાવી રહી હોય, ત્યારે આ 'બયાન બહાદુર'ને હાથ જોડીને વિનંતી કરું છું કે, પ્રભૂ શ્રીરામના ખાતર ભારતની ન્યાય પ્રણાલી પ્રત્યે પોતાની શ્રદ્ધા રાખે.'
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મહારાષ્ટ્ર રાજ્યના નાસિકથી ચૂંટણી બ્યૂગલ ફૂંક્યુ છે. અહીં તે 'મહાજનાદેશ યાત્રા સમારોહ' માં સામેલ થયા અને એક રેલીને સંબોધિત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણે હવે નવું કાશ્મીર બનાવવાનું છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બીજેપી માટે દેશ કરતા વિશેષ કંઇ નથી. કાશ્મીરી જનતા રોજગાર અને વિકાસ ઇચ્છે છે.
પીએમ મોદીએ કહ્યું કે અમે આખા દેશને વચન આપ્યું હતું કે જમ્મૂ કાશ્મીર અને લદ્દાખની સમસ્યાઓના સમાધાન માટે નવા પ્રયાસ કરીશું. આજે હું સંતોષ સાથે કહી શકું છું કે દેશ એ સપનાઓને સાકાર કરવાની દિશામાં ચાલી પડ્યો છે. જમ્મૂ કાશ્મીરમાં ભારતના બંધારણની પૂર્ણ રીતે લાગૂ કરવો એક સરકારનો નિર્ણય નથી. આ 130 કરોડ ભારતીયોની ભાવનાનું પ્રકટીકરણ છે.