બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વારાણસીમાં ભાજપના કાર્યકર્તાઓએ લોકોના ઘરે પહોંચાડ્યો વડાપ્રધાન મોદીનો પત્ર, લોકોને કરી ખાસ અપીલ

લોકસભા ચૂંટણી 2024 / વારાણસીમાં ભાજપના કાર્યકર્તાઓએ લોકોના ઘરે પહોંચાડ્યો વડાપ્રધાન મોદીનો પત્ર, લોકોને કરી ખાસ અપીલ

Last Updated: 08:03 PM, 24 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદી દ્વારા કાશીના લોકોને એક ખાસ પત્ર મોકલવામાં આવી રહ્યો છે, વારાણસીના 2000 ઘરોમાં આ પત્ર પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપે પીએમ મોદીને વારાણસીથી દેશની તમામ લોકસભા બેઠકોની સરખામણીમાં સૌથી મોટી જીત અપાવવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. આ ક્રમમાં હવે વડાપ્રધાન મોદી દ્વારા લખાયેલો પત્ર વારાણસીના 2000 ઘરો સુધી પહોંચી રહ્યો છે, જેમાં મતદારોને 1 જૂને મતદાન કરવાની સાથે-સાથે ભાજપના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે

અત્યાર સુધી આ પત્ર 500 થી વધુ લોકોને અપાઇ ચૂક્યો છે પત્ર

વડાપ્રધાન મોદી દ્વારા કાશીના લોકોને એક ખાસ પત્ર મોકલવામાં આવી રહ્યો છે, વારાણસીના 2000 ઘરોમાં આ પત્ર પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અત્યાર સુધી આ પત્ર 500 થી વધુ ઘરોમાં મોકલવામાં આવ્યો છે જ્યાં બીજેપી કાર્યકર્તાઓ જાતે જ લોકોના ઘરે જઈને તેમને આ પત્ર આપી રહ્યા છે.

હજુ ઘણું બધું કરવાનું બાકી છેઃ વડાપ્રધાન મોદી

આ પત્રમાં મુખ્યત્વે એક સંદેશ લખવામાં આવ્યો છે 1 જૂન, તમારા પરિવારના સભ્યો અને તમારી સંસ્થાના લોકોને બૂથ પર લાવો..એક-એક મત ભાજપને મળે. અત્યાર સુધી જે કંઇ કરી શક્યો છું તે બાબા વિશ્વનાથના આશિર્વાદથી કરી શક્યો છું , હજુ ઘણું બધું કરવાનું બાકી છે, આ 2024ની ચૂંટણી અનેક બાબતોને લઇને ખાસ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કાશીના સાંસદની સાથે-સાથે એક પુત્ર તરીકે કાશીવાળા પાસે સમર્થન માંગ્યું છે.

આ પણ વાંચોઃ સરકારી નોકરીની તૈયારી કરનારા માટે સારા સમાચાર, રેલવેમાં 1200થી વધારે જગ્યા માટે બહાર પડી ભરતી

અલગ-અલગ ક્ષેત્રની જાણીતી હસ્તીઓના ઘરે પહોંચીને પત્ર

કાશીના સાહિત્ય, કલા, રાજનીતી, ખેલ અને અલગ અલગ ક્ષેત્રની જાણીતી હસ્તીઓના ઘરે પહોંચીને ભાજપના કાર્યકર્તા આ પત્ર આપી રહ્યા છે.. વડાપ્રધાનનો આ સંદેશ અનોખો માનવામાં આવી રહ્યો ચછે. પત્ર પ્રાપ્ત કર્યા બાદ વિભિન્ન ક્ષેત્રની હસ્તીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમક્ષ વડાપ્રધાન મોદીનો આભાર માની રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Prime Minister Modi letter Kashi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ