સંબોધન / બુદ્ધપૂર્ણિમાના દિવસે લૉકડાઉન 3.0 બાદ પહેલીવાર વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રને સંબોધન

લૉકડાઉન 3.0 બાદ PM મોદીનું આ પહેલું સંબોધન છે. જેમાં તેઓ બુદ્ધ પૂર્ણિમાના અવસરે વીડિયો કોન્ફરન્સથી વાત કરી રહ્યા છે અને સાથે જ સંબોધનમાં લૉકડાઉન મુદ્દે પણ ચર્ચા કરે તેવી સંભાવના છે. PM મોદી કોરોના વોરિયર્સને સન્માન આપશે અને સાથે જ આ સમારોહમાં સંસ્કૃતિ મંત્રાલય અને પર્યટનમંત્રી પ્રહલાદ સિંહ પટેલ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજૂજૂ પણ સામેલ થયા છે. PM મોદીએ કહ્યું છે કે આપણે કોરોના વાયરસમાં સંગઠિત પ્રયાસોથી માનવતાને બચાવીશું. આપણું કામ સેવાભાવથી થાય તે જરૂરી છે. સમયની સાથે પરિસ્થિતિ બદલાઈ છે અને લોકો એકબીજાની સેવામાં લાગ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે પોતાના પરિવારની સાથે સાથે અન્યની પણ રક્ષા કરવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ