આરોપીની દિલ્હી પોલીસના ઓફિસરો પુછપરછ કરી રહ્યા છે.
દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી 22 વર્ષના સલમાને આપી છે. ગઈ કાલે રાતે 22 વર્ષના સલમાને પોલીસને જ કોલ કરીને કહ્યું કે તે પીએમ મોદીને જાનથી મારી નાખશે.
દિલ્હી પોલીસનું કહેવું છે કે,"આરોપીએ કોલ કરીને કહ્યું- હું મોદીને મારી નાખીશ." પોલીસને ખબર પડી કે આરોપી જામીન પર જેલની બહાર આવ્યો છે. તેના વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં પહેલા જ કેસ ચાલી રહ્યો છે. આરોપીએ શરૂઆતી પુછપરછમાં જણાવ્યં કે તેને જેલની અંદર આવવું હતું માટે મજબુરીમાં પોલીસને કોલ કર્યો હતો.
દિલ્હી પોલીસે આરોપી સલમાનની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ તેની પુછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સલમાન નશો પણ કરતો હતો પરંતુ મામલો પીએમ સાથે જોડાયેલો છે. માટે દિલ્હી પોલીસની સાથે સાથે સિક્રેટ બ્યુરો પણ આરોપી સલમાનની પુછપરછ કરશે.
પહેલા પણ પીએમ મોદીને આવી ચુક્યા છે આવા કોલ
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વધુ એક વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નવેમ્બર 2020માં પણ દિલ્હી પોલીસને એક કોલ આવ્યો હતો. કોલ કરનારે પોલીસને કહ્યું હતું કે તે પ્રધાનમંત્રીને જાનથી મારી નાખશે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે આરોપીએ આવી હરકત નશામાં કરી હતી.