બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'હું ફરીથી જોડે કામ કરવા માટે આતુર છું', ટ્રમ્પે શપથ ગ્રહણ કરતા જ PM મોદીએ પાઠવી શુભકામના

મિત્રને અભિનંદન / 'હું ફરીથી જોડે કામ કરવા માટે આતુર છું', ટ્રમ્પે શપથ ગ્રહણ કરતા જ PM મોદીએ પાઠવી શુભકામના

Last Updated: 11:16 PM, 20 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું છે કે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે ફરીથી શપથ લીધા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું છે કે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેઓ ફરી એકવાર તેમની સાથે કામ કરવા અને બંને દેશોના હિતમાં કામ કરવા ઉત્સુક છે.

એસ જયશંકર પીએમ મોદીના સંદેશવાહક તરીકે પહોંચ્યા હતા

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા વડાપ્રધાનના ખાસ દૂત તરીકે તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું..

PROMOTIONAL 13

રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યાના અઢી મહિના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળી લીધી છે. રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ હિલની અંદર યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે ડોનાલ્ડ ટ્રમ્પને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતા. ટ્રમ્પે બે બાઈબલ પર હાથ રાખીને શપથ લીધાં હતા. આ સાથે તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યાં છે. ટ્રમ્પની સાથે જેડી વેન્સે પણ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધાં હતા.

આ પણ વાંચોઃ જગત જમાદાર! ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે લીધા શપથ, બીજી વાર બન્યાં રાષ્ટ્રપતિ

PROMOTIONAL 12

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Congratulated Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ