બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:42 PM, 13 January 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોહરી ઉજવવા દિલ્હી નજીકના નારાયણા ગામમાં પહોંચ્યા હતા. લોહરી પર્વના કાર્યક્રમમાં વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમએ અગ્નિ પ્રગટાવ્યો અને ત્યાં હાજર લોકોનું હાથ જોડીને અભિવાદન કર્યું. લોકોએ પણ વડાપ્રધાનને શુભેચ્છા પાઠવીને જવાબ આપ્યો. અને વડાપ્રધાને ત્યાં હાજર બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને તેમને પ્રેમ અને સ્નેહ આપ્યો હતો.
ADVERTISEMENT
કાર્યક્રમમાં હાજર લોકો, ખાસ કરીને યુવાનો, વડાપ્રધાન સાથે સેલ્ફી લેવા માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા
ADVERTISEMENT
વડાપ્રધાન ઉપસ્થિત સૌ કોઇને પ્રેમપૂર્વક મળ્યા હતા અને તેમની સાથે તસ્વીરો ખેંચાવી હતી.
દેશના જુદા જુદા ભાગોમાં આજે લોહરીની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે લોહરીનો સૌથી વધુ ઉત્સાહ પંજાબ અને હરિયાણામાં જોવા મળી રહ્યો છે. આ તહેવાર શિયાળાના અંત અને લણણીના પ્રતીક તરીકે ઓળખાય છે. લોહરી પર, પરિવારો, સંબંધીઓ અને પડોશીઓ એક જગ્યાએ ભેગા થાય છે અને લોહરીના પવિત્ર અગ્નિમાં ગોળ, મકાઈ, તલ વગેરે જેવી વસ્તુઓ અર્પણ કરે છે.
લોહરીના પ્રસંગે, લોકો પરંપરાગત ગીતો ગાય છે અને આગની આસપાસ ભાંગડા અને ગીદ્ધા જેવા પરંપરાગત નૃત્ય કરે છે. ઉપરાંત, તેઓ આ પ્રસંગે એકબીજાને અભિનંદન આપે છે.
આ પણ વાંચોઃ
શું ધારી છે! '4 બાળકો પેદા કરે તેને 1 લાખ ઈનામ', MPમાં મંત્રીનું અજીબોગરીબ આહવાહન
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.