બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / વિશ્વ / બોલિવૂડ / દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં અચાનક પહોંચ્યા વડાપ્રધાન, પછી શું થયું? જુઓ વાયરલ વીડિયો
Last Updated: 12:56 PM, 15 July 2024
Diljit Dosanjh In Canada : કોઈ ગાયક જ્યારે પોતાના કોન્સર્ટમાં હોય અને ત્યાં અચાનક વડાપ્રધાન પહોંચી જાય તો ત્યાં હાજર લોકોના હાવભાવ કેવા હોય ? આવી જ એક ઘટના આપણાં દેશના પ્રખ્યાત ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ સાથે કેનેડામાં બની. વાસ્તવમાં દિલજીત દોસાંઝ માટે આ વર્ષ મોટી સફળતા લઈને આવી રહ્યું છે. બોલિવૂડ ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી સાથેની દિલજીતની ફિલ્મ 'ચમકિલા'ના ખૂબ વખાણ થયા હતા તો બીજી તરફ 'ક્રુ'માં તેને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી. બીજી તરફ વિદેશમાં તેમના સંગીત પ્રવાસની સફળતા દર્શકોને પ્રભાવિત કરી રહી છે. હવે દિલજીત માટે વધુ એક ગર્વની ક્ષણ આવી છે. કેનેડામાં પરફોર્મ કરી રહેલા દિલજીતના શોની મુલાકાત વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતે લીધી હતી. દિલજીતના કોન્સર્ટમાં સરપ્રાઈઝ વિઝિટ કરનાર ટ્રુડોએ તેની સાથે તસવીર ખેંચાવી અને સ્ટેજ પર રમૂજી પળો પણ શેર કરી.
ADVERTISEMENT
Stopped by the Rogers Centre to wish @diljitdosanjh good luck before his show.
— Justin Trudeau (@JustinTrudeau) July 14, 2024
Canada is a great country — one where a guy from Punjab can make history and sell out stadiums. Diversity isn’t just our strength. It’s a super power. pic.twitter.com/EYhS0LEFFl
જસ્ટિન ટ્રુડો દિલજીતના કોન્સર્ટમાં પહોંચ્યા
ADVERTISEMENT
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દિલજીત સાથેની તસવીરો શેર કરી હતી. પીળો શર્ટ અને લાલ પાઘડી પહેરેલ દિલજીત દોસાંઝ ટ્રુડો સાથે હાથ મિલાવતો જોવા મળે છે. ટ્રુડોએ તસવીર સાથે લખ્યું, 'દિલજીત દોસાંજને તેના શો પહેલા શુભકામનાઓ આપવા રોજર્સ સેન્ટર પહોંચ્યા. કેનેડા એક મહાન દેશ છે - જ્યાં પંજાબનો છોકરો ઇતિહાસ રચી શકે છે અને સ્ટેડિયમ હાઉસફુલ કરી શકે છે. વિવિધતા એ માત્ર આપણી શક્તિ નથી તે આપણી સુપર પાવર છે.
Diversity is 🇨🇦‘s strength. Prime Minister @JustinTrudeau came to check out history in the making: we sold out the Rogers Centre! pic.twitter.com/vyIKlvvplM
— DILJIT DOSANJH (@diljitdosanjh) July 14, 2024
ADVERTISEMENT
દિલજીતે તેના શો પહેલા ટ્રુડોની મુલાકાતનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં ટ્રુડો દિલજીતના આખા ગ્રુપને મળતા અને તેમનો ડાન્સ અને પરફોર્મન્સ જોતા જોવા મળે છે. તે દિલજીતની ટીમને પણ ચીયર કરી રહ્યો છે અને 'પંજાબી આ ગયે ઓયે' કહીને બધા સાથે પોઝ આપી રહ્યો છે. ટ્રુડો સાથે વિડિયો શેર કરતા દિલજીતે લખ્યું, 'વિવિધતા કેનેડાની તાકાત છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ઇતિહાસ રચાતા જોવા આવ્યા: અમે રોજર્સ સેન્ટરમાં હાઉસફુલ છીએ. નોંધનિય છે કે, વીકએન્ડમાં દિલજીતે કેનેડાના ટોરોન્ટોમાં પરફોર્મ કર્યું અને તે પહેલો પંજાબી કલાકાર બન્યો, જેનો શો રોજર્સ સેન્ટરમાં હાઉસફુલ બન્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : અનંત-રાધિકાના લગ્નમાં કિમ કાર્દાશિયનનો દેશી અવતાર, સાડીમાં પણ લાગી સુપર બોલ્ડ, જુઓ ફોટો
દિલજીત ખૂબ જ લોકપ્રિય વૈશ્વિક કલાકાર બની રહ્યો છે. તાજેતરમાં તેણે જીમી ફેલોનના 'ધ ટુનાઈટ શો'માં પરફોર્મ કર્યું હતું, જે એક મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ માનવામાં આવે છે. દિલજીતે કોચેલ્લામાં પણ પરફોર્મ કર્યું હતું અને તેની પંજાબી ફિલ્મ 'જટ્ટ એન્ડ જુલિયટ 3' નોર્થ અમેરિકન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 'જટ્ટ એન્ડ જુલિયટ 3'ની વાત કરીએ તો નીરુ બાજવા સાથેની દિલજીત દોસાંજની આ ફિલ્મે 15 દિવસમાં 86 કરોડ રૂપિયાથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. અત્યાર સુધીમાં દિલજીતની ફિલ્મ 'કેરી ઓન જટ્ટા 3' પછી ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનાર પંજાબી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ હવે રૂ. 100 કરોડનો ટાર્ગેટ વટાવી ચૂકી છે અને નંબર 1 ભારતીય પંજાબી ફિલ્મ બનવા તરફ ઝડપથી આગળ વધી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT