બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / primary school will reopen soon due to pollution reduce delhi

દિલ્હી / પ્રદૂષણથી રાહત મળતા કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય: આ તારીખથી દિલ્હીમાં સ્કૂલો શરૂ, વર્ક ફ્રોમ હોમ પણ ખતમ

MayurN

Last Updated: 02:30 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રદૂષણમાં રાહતને કારણે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે GRAP 4 પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. આવનાર સમયમાં સ્કુલો પણ ફરીથી ચાલુ કરવામાં આવશે.

  • દિલ્હીમાં પ્રદુષણથી થોડી રાહત મળતી જોવા મળી
  • પ્રાથમિક શાળાઓ 09 નવેમ્બરથી ખુલી શકશે
  • દિલ્હીમાં ઘરેથી કામ કરવાનો નિર્ણય પાછો ખેચ્યો

દિલ્હીની હવામાં આજે 07 નવેમ્બરે સુધારો જોવા મળ્યો છે. પ્રદૂષણમાં રાહતને કારણે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે GRAP 4 પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી હતી કે હવેથી દિલ્હીમાં ટ્રકો અને નાના માલસામાનના વાહકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે નહીં. 

WFH નો નિર્યણ પાછો લેવાયો
દિલ્હીમાં ઘરેથી કામ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. હવે સરકારી અને ખાનગી કચેરીઓ પહેલાની જેમ જ પફૂલ કેપેસીટીમાં કામ કરતી રહેશે. આ સિવાય દિલ્હીમાં CNG બસ સેવા પણ ચાલુ રહેશે.

09 નવેમ્બરથી શાળાઓ ખુલશે
પર્યાવરણ મંત્રીએ જાહેરાત કરી છે કે પ્રાથમિક શાળાઓ 09 નવેમ્બરથી ખુલી શકશે. જો કે, શાળાઓમાં આઉટડોર પ્રવૃત્તિઓ પરનો પ્રતિબંધ હાલ ચાલુ રહેશે. અગાઉની સૂચનાઓમાં ધોરણ 8 સુધીની શાળાઓને 8 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રતિબંધો અમલમાં રહેશે
પ્રદૂષણમાં થોડીક જ રાહત મળી છે, જેના કારણે હજુ સુધી તમામ નિયંત્રણો હટાવવામાં આવ્યા નથી. દિલ્હીમાં બાંધકામના કામો પરનો પ્રતિબંધ હાલ ચાલુ રહેશે.

AQI માં સુધારો
સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર, NCR ના સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) માં 07 નવેમ્બરના રોજ સતત ત્રીજા દિવસે સુધારો થયો છે. દિલ્હીનો AQI આજે (સોમવારે) 7 નવેમ્બર, 326ની સવારે નોંધવામાં આવ્યો છે, જે અગાઉના દિવસે 339 નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશા બદલાવાથી પ્રદૂષણમાંથી રાહત મળી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Arvind kejriwal air pollution delhi pollution primary school delhi pollution
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ