Sunday, May 26, 2019

ગુજરાતનો આ હાઈ-વે ભણવા નથી જવા દેતો પસાર થયા તો મરી જવાનો ડર 

ગુજરાતનો આ હાઈ-વે ભણવા નથી જવા દેતો  પસાર થયા તો મરી જવાનો ડર 
રોડ રસ્તા અને રાજમાર્ગોનું કામ મુસાફરને મંજિલે પહોંચાડવાનું છે. પરંતુ જ્યારે આ જ રાજમાર્ગ કોઈને મંજીલ સુધી નથી પહોંચવા દેતા ત્યારે તેના પર વિચાર કરવો જરૂરી બની જાય છે. અહીં વાત વિદ્યાર્થીઓને અભ્યાસ આડે આવતા હાઈ-વે અંગે કરવી છે. પંચમહાલ જિલ્લામાં અનેક ગામ અને શાળાની નજીક આવેલા હાઈવે જાણે અભ્યાસ માટે અભિશાપ બની ગયા છે. બાળકોને ભણવું તો છે પરંતુ પુરપાટ આવતા વાહનોની અડફેટે આવી જવાનો ભય તેમની શિક્ષણની મેળવાની ઈચ્છા આડે વ્યધાન બની ગયો છે.

મંજિલ છીનવતા માર્ગોનો આ અહેવાલ... 

શાળાએ જવું કેમ? 
- ધ્યાન રાખો  - જલદી ચાલો - કેમ જવું? ઉપરની આ ત્રણ તસવીર શિક્ષણ આડે આવતા વ્યધાનને વર્ણવી રહી છે. બાળકો ભણવાતો આવે છે પરંતુ દહેશત ડર ભય અને ફાળ આ શબ્દોને અનુભવીને આવે છે. ઉપરની આ ત્રણ તસવીરમાં બાળકો સતાવતો ડર વાલીઓને મુંજવતી મુંજવણ અને શિક્ષકોની રોજ રોજ પજવતી સમસ્યાને રજૂ કરી રહી છે. શાળાએ આવતી વખતે અને શાળાએથી છૂટતી વખતે બાળકો અને શિક્ષકોની પરીક્ષા અહીં રોજ થઈ રહી છે.રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે અનેક ઈમારતોનું નિર્માણ કરવામાં આવે છે. પરંતુ આ પૈકીની કેટલીય ઈમારતો પ્રજા માટે આશીર્વાદની જગ્યાએ અભિશાપ બનીને રહી જાય છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવું જ કઈ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા એક શહેરને બીજા શહેરો સાથે જોડવા માટે સ્ટેટ હાઇવે અને નેશનલ હાઈવે બનવવામાં આવ્યા છે. પરંતુ હાઈવે બનાવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આવા હાઈવેની આસપાસ આવતી સરકારી ઈમારતોને અન્ય જગ્યાએ ખસેડવા માટેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈવેને અડોઅડ આવેલી ઈમારતો પૈકી પ્રાથમિક શાળાઓ સંવેદનશીલ ઈમારત ગણવામાં આવે છે.

અહીં ભણતા બાળકોને શાળાએ આવતી વખતે અને શાળાએથી છૂટતી વખતે હાઈવે પરથી પસાર થતાં સતત ભયનો સામનો કરવો પડે છે. નાના બાળકો પોતાની રીતે હાઈવે પસાર કરી શકતા નથી. વાલીઓ પાસે બાળકોને શાળાએ મૂકવા આવવાનો સમય હોતો નથી. આથી શાળાના શિક્ષકોએ જ બાળકોને શાળ ખૂલતી વખતે અને છૂટતી વખતે હાઈવે પસાર કરાવવો પડે છે. હાઈવેની નજીક જ શાળા હોવાના કારણે ઘણા વાલીઓ પોતાના સંતાનોને શાળામાં પ્રવેશ કરાવતા ખચકાય છે જેના કારણે ઘણી સરકારી શાળાઓમાં બાળકોની પૂરતી સંખ્યા નથી થતી. જેની અસર શિક્ષણ કાર્ય પર પણ પડે છે.

પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા શહેરા જાંબુઘોડા અને હાલોલ તાલુકાઓમાં મુખ્યત્વે હાઈવેને કાંઠે જ શાળાઓ આવેલી છે. ગોધરા તાલુકામાંથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે અને હાલોલ-શામળાજી સ્ટેટ હાઇવે પર કુલ મળીને 11 સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. ત્યારે આ શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓને ગામમાંથી શાળાએ જવા માટે ટ્રાફિકથી ધમધમતા  હાઇવેને ક્રોસ કરીને જવું પડે છે. ગોધરા તાલુકાની ખાંડીઆ પ્રાથમિક શાળાની વાત કરવામાં આવે તો આ શાળા પણ હાલોલ - શામળાજી સ્ટેટ હાઈવેની બિલકુલ અડીને જ આવેલ છે અને તેની સામેની બાજુ ખડીઆ ગામ આવેલું છે જેને લઈને વિદ્યાર્થીઓને આ હાઇવે ક્રોસ કરીને શાળાએ જવું પડે છે. વર્ષ 2008 માં આજ પ્રકારે શાળાએ જતી વખતે રોડ ક્રોસ કરતા અકસ્માત સર્જાતાં 1 બાળકીનું મોત પણ નિપજ્યું હતું આ અકસ્માત બાદ વાલીઓમાં પણ પોતાના સંતાનોની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે...વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરીને અન્ય શાળામાં  મોકલવા મજબુર બન્યા છે અને એ પણ પોતાના ગામથી દૂર... 

 પંચમહાલ જીલ્લામાં કુલ 1407 જેટલી પ્રાથમિક શાળાઓ પૈકી 100 ઉપરાંત શાળાઓ  સ્ટેટ હાઇવે અને નેશનલ હાઈવેની બાજુમાં જ અડીને આવેલ છે. ત્યારે સતત ટ્રાફિકથી ધમધમતા આ હાઈવેના કારણે  બાળકોની એકાગ્રતા પર તો અસર  થાય જ છે પરંતુ શાળાએ જતી વખતે અને શાળાએથી છૂટતી વખતે ભયના ઓથાર હેઠળથી પસાર થઈ રહ્યા છે... આ અંગે શાળાના શિક્ષકો દ્વારા પણ અનેકવાર તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ અનેક રજુઆતો કરવામાં આવી છે છતાં પણ  કોઈ જ તબ[ોથી હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી..    

અકસ્માતના ભયને લઈને વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દેવામાં આવતા ઘણી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઇ જવાને લીધે  શાળામાં સરકાર દ્વારા મહેકમ પણ ઓછું કરી દેવામાં આવ્યું છે.. જેને લઈને શાળામાં શિક્ષકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે... હવે શિક્ષકોની સંખ્યા ઘટવાને લઈને એક જ શિક્ષક દ્વારા 2 અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવવાની ફરજ પડી છે જેને લઈને શિક્ષણ કાર્ય પર પણ અસર વર્તાઈ રહી છે... 
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ