કિસ્મત બદલવાના સંકેત આપે છે આ સપના, જાણો શુભ-અશુભ

By : vishal 04:05 PM, 03 December 2018 | Updated : 04:05 PM, 03 December 2018
આપણને ઘણી વખત સપના આવે છે. ઉંઘતી વખતે સપનાઓ આવવા સ્વાભિક વાત છે, પરંતું શાસ્ત્રોમાં સપનાઓનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલાક સપનાઓ શુભ તો કેટલાક અશુભ સંકેત આપે છે. આજે અમે તમને જણાવશું કે કયા સપના શુભ માનવામાં આવે છે અને કયા અશુભ. 

- આઇસ્ક્રીમ ખાતા નજરમાં આવે તો તમારી જીંદગી શાંતિથી પસાર થશે.

- જો તમને સપનામાં અખરોટ દેખાય તો આવનારી ખુશોનો સંકેત છે. સપનામાં અખરોટનુ દેખાવુ પ્રમોશનનો પણ સંકેત આપે છે.

- અજમો ખાતા સપના આવે તો તેનો મતલબ છે તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે.

- જો સપનામાં કેરી ખાતા હોય તેવુ દેખાય તો ધન અને સંતાન સુખ મળશે.

- જો આંબલી ખાતા હોય તેવુ સપનુ આવે તો તે સ્ત્રીઓ માટે તે શુભ માનવામાં આવે છે, ત્યાજ પુરુષ માટે તે અશુભ મનાય છે.

- જો સપનામાં આમળા ખાતા હોય તેવુ દેખાય તો તે મનોકામના પૂર્ણ થવાનો સંકેત કરે છે, ત્યાં જ જો તમે ફક્ત આમળા જોવો છો તો તમારી ઇચ્છા અધૂરી રહી શકે છે.

- જો તમને આદુ ખાતા હોવ તેવુ દેખાય છે તો માન સન્માનમાં વધારો થવાનો ઇશારો કરે છે.

- અનાનસ ખાતા હોય તેવુ સપનુ આવે તો એ ઇશારો કરે છે કે તમારે પહેલા મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ત્યાર બાદ રાહત મળશે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story