price of fuel hit the middle class, now vegetable price increases
હાય રે મોંઘવારી /
ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો, પેટ્રોલની સાથે લીલા શાકભાજીની કિંમત પણ 100 રૂપિયા પર પહોંચી
Team VTV06:54 PM, 30 Jul 21
| Updated: 04:12 PM, 14 Aug 21
હવે મધ્યમવર્ગ ખિસ્સા ઢીલા કરવા તૈયાર થઈ જાય. કારણ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં પણ હવે દિવસે ને દિવસે ભાવ આસમાને જઇ રહ્યા છે
મોંઘવારીનો માર સહન કરતી જનતા પર વધુ એક માર
પેટ્રોલ, ડીઝલ, ગેસ બાદ હવે શાકભાજીના ભાવ આસમાને
કોરોનાથી સામાન્ય વર્ગની હાલત પહેલેથી જ બગડેલી
કોરોના કાળ દરમિયાન પેટ્રોલ ડીઝલ તેમજ ગેસના ભાવોમાં તો ધરખમ વધારો ઝીંકાયો છે. સાથે જ જીવન જરૂરિયાતની વસ્તુ એટલે કે શાકભાજી અને અનાજના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. પહેલાથી જ સામાન્ય વર્ગ મોંધવારીથી હેરાન હેરાન થઈ ચૂકયો છે ત્યારે આ પ્રાથમિક વસ્તુઓના ભાવમાં મોટો ફેરફાર થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ચૂક્યું છે. મધ્યમ વર્ગ ના લોકો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે એક તરફ કોરોના ને લીધે આર્થિક ભીંસ , પગાર ઘટાડો અને ઉપરથી શાકભાજી , અનાજમાં થતો ભાવ વધારો અસહ્ય છે.
શાકભાજીમાં ભાવ વધારો
નવો
જૂનો
રીંગણાં
40
35
ટામેટા
50
40
કોબી
40
40
દૂધી
20
20
લીંબુ
40
35
ચોરી
80
70
ધીસોળા
40
40
ભીંડો
40
35
મરચા
50
45
કારેલા
40
40
કોથમરી
100
90
ન માત્ર શાકભાજી પરંતુ અનાજ અને કઠોળના ભાવ પૂર ઝડપે વધી રહ્યા છે, કારણ એક જ છે, ટ્રાન્સપોર્ટ ના ભાવ થઈ રહેલો મોટો ફેરફાર, અને આથી જ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ ભાવવધારો જોવા મળી રહ્યો છે જો અનાજમાં થઈ રહેલા ભાવ વધારા પર નજર કરીએ તો....
અનાજની કિંમત
નવો
જૂનો
લીલા વટાણા
110થી120
120થી 125
ઘઉં
480થી 560
480થી 560
ચણાદાળ
65
68થી 72
કાબૂલી ચણા
70થી 90
80થી 120
સફેદ વટાણા
70થી 90
70થી 75
મગફળી
90થી 100
90થી 95
લોકો કરે તો કરે શું?
કોરોનાએ લોકોના જીવન ધોરણ પર માઠી અસર કરી છે પરંતું તેના કરતાં હવે બીજી મહામારી મોંઘવારી સાબિત થઈ રહી છે. ઘણા લોકો આર્થિક ભિસમાં મુકાઇ ચૂક્યા છે અને રોજે રોજ થતાં આ ભાવ વધારા સાથે હવે આર્થિક ભિસ બમણી રીતે વધી રહી છે ત્યારે હવે લોકો અને ખાસ કરીને મહિલાઓ સરકાર પાસે મોંઘવારીમાં કાપ મૂકવા માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી રહ્યા છે અને આર્થિક મદદ કરવા તેમજ આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવા ફાંફાં મારી રહ્યા છે.