BIG BREAKING /
ગુજરાતનું ગૌરવ: રાજ્યના આ બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી કરાશે સન્માનિત, ગૃહ મંત્રાલયે કરી યાદી જાહેર
Team VTV12:00 PM, 25 Jan 23
| Updated: 12:33 PM, 25 Jan 23
ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ ગુજરાતના 14 પોલીસકર્મીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતના બે પોલીસ અધિકારી એવા ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે. પટેલને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે. જ્યારે અન્ય 12 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
ADGP અનુપમસિંહ ગેહલોતને રાષ્ટ્રપતિ મેડલ
ATSના DSP કે.કે. પટેલને રાષ્ટ્રપતિ મેડલ
12 પોલીસકર્મીઓને પોલીસ મેડલથી સન્માનિત કરાશે
કેન્દ્રીય ગૃહમંત્રાલયે નામોની જાહેરાત કરી
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગણતંત્ર દિવસ 2023ના અવસર પર ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ અનાયત કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ મેડલ માટે ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે. પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે અન્ય 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતના બે પોલીસ અધિકારીઓને કરાશે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ એનાયત, તો 12 અધિકારીઓને પોલીસ મેડલ કરાશે એનાયત, એક CIDના ADGP અનુપમસિંઘ ગેહલોત અને બીજા ATSના DSP કે.કે પટેલને કરાશે રાષ્ટ્રપતિ મેડલ એનાયત, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કરી યાદી જાહેર#gujaratpolice#vtvgujarati#CID#ADGPpic.twitter.com/vDWWLkytsY
901 પોલીસકર્મીઓને મેડલ એનાયત કરવામાં આવશે
ગણતંત્ર દિવસ 2023ના અવસર પર કુલ 901 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેમાંથી 140ને પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PMG), 93ને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ (PPM) અને 668ને પોલીસ મેડલ (PM) સન્માનિત સેવા માટે એનાયત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે બુધવારે આ પુરસ્કારોના નામની જાહેરાત કરી હતી.
Total 901 police personnel have been awarded Police medals on the occasion of Republic Day. Police Medal for Gallantry (PMG) has been awarded to 140, President’s Police Medal for Distinguished Service (PPM) to 93 & Police Medal for Meritorious Service (PM) has been awarded to 668
ગુજરાત પોલીસ વડાએ પાઠવ્યાં અભિનંદન
ગુજરાત પોલીસ વડા આશિષ ભાટીયાએ વીરતા પુરસ્તાર માટે પસંદ થયેલા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મીઓને અભિનંદન પાઠવીને તેમના સારા ભવિષ્યની કામના કરી છે.