સુરક્ષા / રાષ્ટ્રપતિ, PM ને મળશે વધુ ફૌલાદી સુરક્ષા, આજે અમેરિકાથી આવશે બીજું VVIP વિમાન, જાણો ખાસિયત

president ramnath kovind pm narendra modi 2nd special plane takes off for delhi will land

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીને દેશ વિદેશની યાત્રા સમયે હવે વધારે ફૌલાદી સુરક્ષા મળશે. ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની યાત્રા માટે બોઈંગ 777 એરક્રાફ્ટનું અન્ય સ્પેશ્યલ વિમાન આજે અમેરિકાથી ભારત આવી રહ્યું છે. આ પહેલાં એક વિમાન 1 ઓક્ટોબરે ભારત આવ્યું હતું. આ વિમાનો માટે ભારતે 2018માં બોઈંગ કંપની સાથે ડીલ કરી હતી. વિમાનોને કસ્ટમાઈઝ કરવા માટેનું કામ અમેરિકામાં કર્યું હતું. તેમાં સુરક્ષા જરૂરિયાતના આધારે ફેરફાર કર્યા. ભારતને મળેલા આ વિમાનનું નામ Air India One રખાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ