બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Budget 2025-26 / ગુજરાત બજેટને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી, રવિવારે મહત્વની બેઠક, અપાશે આખરી ઓપ
Last Updated: 10:29 AM, 12 February 2025
વર્ષ 2025-26ના બજેટને લઈ આખરી તૈયારીઓ થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાણાંમંત્રી રવિવારે બેઠક કરશે.
ADVERTISEMENT
બજેટને આખરી ઓપ આપવા બેઠકમાં સમિક્ષા થશે . 2025-26નું બજેટ ગત વર્ષ કરતા 10 ટકાથી વધુ રહેવાનો અંદાજ
આગામી તા. 20 ફેબ્રુઆરીનાં દિવસે બજેટ રજૂ થશે. વિધાનસભા બજેટ સત્રનું કામ ચલાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. સત્રનાં પ્રથમ દિવસે રાજ્યપાલનાં સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. તેમજ રાજ્યપાલનાં સંબોધન બાદ શોકદર્શન ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે. તેમજ સરકારી વિધાયકો અને સરકારી કામકાજનાં મુદ્દા રજૂ થશે.
ADVERTISEMENT
20 ફેબ્રુઆરીનાં દિવસે રજૂ થનાર બજેટમાં સરકારી વિધેયકો માટે ચાર બેઠકો થશે. રાજ્યપાલનાં સંબોધન પર ત્રણ બેઠકમાં ચર્ચા થશે. પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે બે બેઠકો મળશે. તેમજ બજેટ સંદર્ભે ચાર બેઠકોમાં ચર્ચા થશે.
મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે
બજેટમાં માંગણી પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો મળશે. બજેટ સત્રની સત્તા પક્ષની આગામી 18 ફેબ્રુઆરીએ બેઠક મળશે. તેમજ આ બજેટ સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચોઃ 46 આરોપીઓ નિર્દોષ જાહેર, સિદ્ધપુરમાં થયેલા કોમી રમખાણના કેસમાં 33 વર્ષે આવ્યો ચુકાદો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.