બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-શ્રીલંકા સિરીઝ બાદ મોટા ફેરફારની તૈયારી, ટીમને મળશે નવો કોચ! સામે આવ્યું નામ
Last Updated: 07:50 PM, 11 August 2024
ભારતીય ટીમનો શ્રીલંકા પ્રવાસ ઘણો રોમાંચક રહ્યો છે. શ્રીલંકાને T20 શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વનડે શ્રેણીમાં શ્રીલંકા તરફથી શાનદાર રમત જોવા મળી હતી. તે 27 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાને ODI સિરીઝમાં હરાવવામાં સફળ રહ્યું હતું. હવે શ્રીલંકાને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે, જ્યાં ટેસ્ટ શ્રેણી રમાશે. આ પ્રવાસ 21 ઓગસ્ટથી શરૂ થશે. આ શ્રેણી માટે બંને ટીમોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ બધા વચ્ચે એક ટીમના કોચિંગ સ્ટાફ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઈંગ્લેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડે મોટો નિર્ણય લીધો છે. ભૂતપૂર્વ સ્ટાર ઇંગ્લિશ ખેલાડી ઇયાન બેલ 21 ઓગસ્ટથી શરૂ થનારી શ્રેણી પહેલા શ્રીલંકાના સપોર્ટ સ્ટાફ સાથે જોડાઈ શકે છે. શ્રીલંકાના મીડિયા અહેવાલો અનુસાર, શ્રીલંકન ટીમના વચગાળાના મુખ્ય કોચ સનથ જયસૂર્યાના અનુરોધ પર ઇયાન બેલે શ્રીલંકન ટીમ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના દૃષ્ટિકોણથી આ શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇયાન બેલનો સમાવેશ મુખ્યત્વે શ્રીલંકાના બેટ્સમેનોને પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવા માટે કરવામાં આવ્યો છે. હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડ 36.54 ટકા પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે જ્યારે શ્રીલંકા 50 ટકા પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ફાઈનલની રેસમાં રહેવા માટે બંને ટીમોએ કોઈપણ કિંમતે આ શ્રેણી જીતવી પડશે.
વધુ વાંચો : સિલ્વરની રાહ જોતી વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ આપવાની જાહેરાત, ચર્ચા બાદ લેવાયો મોટો નિર્ણય
ઈયાન બેલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 118 ટેસ્ટ, 161 ODI મેચ અને 8 T20 મેચ રમી છે. ઇયાન બેલે ટેસ્ટમાં 42.69ની એવરેજથી 7727 રન બનાવ્યા હતા, જેમાં તેણે 46 અડધી સદી અને 22 સદી ફટકારી હતી. વનડેમાં તેણે 37.87ની એવરેજથી 5416 રન બનાવ્યા છે. વનડેમાં તેના નામે 35 અડધી સદી અને 4 સદી છે. આ સિવાય તેણે T20માં 188 રન બનાવ્યા હતા. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7 વિકેટ પણ લીધી હતી. વર્ષ 2024માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરનાર ઈયાન ઈંગ્લેન્ડ માટે વર્ષ 2015માં છેલ્લી મેચ રમ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT