બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Preparing for a possible third wave in Gujarat, Surat Municipal Corporation decided to increase the crematorium in this big city

આગોતરા / ગુજરાતમાં સંભિવત ત્રીજી લહેરની તૈયારી, આ મોટા શહેરમાં તંત્રએ લીધો સ્મશાનની ભઠ્ઠી વધારવાનો નિર્ણય

Mehul

Last Updated: 04:53 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવવાના ભણકારા વચ્ચે સુરતમાં વહીવટી તંત્રે ત્રીજી લહેર માટે તૈયારીઓ શરુ કરી. શહેરના સ્મશાન ગૃહમાં ઈલેકટ્રીક અને ગેસની ભઠ્ઠી વધારવા અપાશે ગ્રાન્ટ.

  • સુરતમાં મહાનગર પાલિકા કરે છે આગોતરી તૈયારી
  • ત્રીજી લહેર પૂર્વે સ્મશાન ભઠ્ઠી વધારવા અપાશે  ગ્રાન્ટ 
  • લાકડા અને ગેસની ભઠ્ઠી વધારવા માટે અપાશે મંજૂરી 

નવલા નવરાત્રી પર્વમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવવાના ભણકારા વચ્ચે સુરતમાં વહીવટી તંત્રે ત્રીજી લહેર માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. આ અંતર્ગત શહેરના શ્મશાન ગૃહમાં ઈલેકટ્રીક અને ગેસની ભઠહી વધારવા માટે મહાનગર પાલિકા ગ્રાન્ટ પૂરી પાડશે,કોરોના સંક્રમણની બીજી લહેર એટલી હદે ઘાતક હતી કે, ગુજરાતના મહા નગરોમાં ના તો એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હતી કે ના તો મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા માટે સ્મશાનમાં જગ્યા. બધે જ લાંબા વેટીંગ લીસ્ટ હોવાની બૂમરાણ મચી હતી. આ વખતે સુરત મહાનગર પાલિકાએ ત્રીજી લહેર પૂર્વે જ આગોતરી તૈયારી કરી લીધી છે.સ્મશાનની ભઠ્ઠી બમણી કરવા માટે વિવિધ ટ્રસ્ટને ગ્રાન્ટ ફાળવવા નિર્ણય કરાયો છે.સુરતના સ્મશાનોમાં માળખાકીય સુવિધા વધારવા અને તેની જાળવણી માટે ગ્રાન્ટની નીતિ બનાવી તેની અનુમતિ માંગવામાં આવી છે. 

માળખાકીય સુવિધા માટે મંજૂરી 

સુરતના સ્મશાન ગૃહોમાં ગેસની 14 અને લાકડાની 18 જેટલી ભઠ્ઠી વધારવા મહાપાલિકા ગ્રાન્ટ ફાળવશે તદુપરાંત તૈયાર કરેવામાં આવેલી નવી નીતિ મુજબ તમામ સ્મશાનગૃહોએ આરોગ્ય વિભાગમાં નોંધણી કરાવવી પડશે. અને પાલિકાના પ્રતિનિધીઓને સ્મશાન ગૃહ ટ્રસ્ટમાં સમાવિષ્ઠ કરવા પડશે.

50 થી સો ટકા અપાશે ગ્રાન્ટ 

સુરત શહેરના અલગ-અલગ સ્મશાનગૃહ માટે મહાનગર પાલિકા ગ્રાન્ટ ફાળવે છે. એકાદ સ્મશાન ગૃહ ને 100 ટકા ગ્રાન્ટ,તો એક -બે ને 50 ટકા ગ્રાન્ટ ફાળવાય છે. એક માત્ર ઉમરા વિસ્તારનું ઘેલા સોમનાથ સ્મશાન છે જેમના ટ્રસ્ટીઓ કોઈ પણ ગ્રાન્ટ સ્વીકારતા નથી. મહાપ્લીકાની નવી નીતિમાં સ્મશાન ભૂમિની માળખાકીય સુવિધા વધારવા 50 ટકાથી 100 ટકા ગ્રાન્ટ ફાળવવા તૈયારી કરી લીધી છે અને મંજૂરી  માટે પણ રજુ કરવામાં આવી છે.

ધ્યાન રાખજો, દિવાળી બગડશે 

દક્ષિણ ગુજરાતમાં બિલ્લી પગે આવી રહેલા કોરોના સંક્રમણથી સ્થાનિક વહીવટી તંત્ર સજાગ થયું છે.આટલી જ સજાગતા નવરાત્રી દરમિયાન ખેલૈયાઓએ દાખવવી પડશે.જો જરા સરખી પણ ચૂક થશે તો ભલે, નવરાત્રી વીતી જશે,પણ દીપાવલીના સપરમાં દિવસોમાં કઈ  પણ થવું શક્ય છે.

સુરતમાં વધતા કેસ  

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણ વધ્યું છે,નાગરીકો મોત કેટલા થયા છે તેના પર સંક્રમણનો આધાર રાખી રહ્યા છે જે ઉચિત નથી.હવે ડબલ સીઝનમાં જરા પણ લાપરવાહી તમારા પરિવાર માટે મોટી આફત નોતરી શકે છે.રાજ્યમાં 42 દિવસ બાદ સૌથી વધુ એક્ટીવ કેસ છે છેલ્લે 27 સપ્ટેમ્બરે 142 કેસ સામે આવ્યા હતા.અત્યારે રાજ્યામાં લગભગ 180 કેસ એક્ટીવ છે.માત્ર એક જ સપ્તાહમાં રાજ્યમાં 30 ટકા કેસ વધ્યાં છે. દિલ્હીની ઓલ ઇન્ડિયા મેડીકલ સાયન્સ ( એમ્સ )ના ડિરેક્ટર ડો.ગુલેરીયાએ પણ કહ્યું છે કે, ડેલ્ટા વેરીયંટ ખતરનાક રૂપ ધારણ કરી શકે છે.આ એ સમય છે જ્યારે સંયમ વર્તવાનો છે.

કન્ટેન્ટમેંટ ઝોનની સ્થિતિ 

સુરતમાં હાલ 69 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયા છે ત્યારે કાલથી  દિવસ પછી શરુ થતા નવરાત્રી તહેવારને લઈને કોરોનાના વધતા કેસો મહાનગર પાલિકા માટે પડકાર ઉભો થયો છે.જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ અને હવે સૌથી લાંબો ચાલનાર તહેવાર નવરાત્રિ આવી રહી છે. નવરાત્રિ દરમિયાન લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. શેરી મહોલ્લાની અંદર નવરાત્રિની ઉજવણીની છૂટ આપવાની સાથે જ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે. સુરત કોર્પોરેશન દ્વારા 69 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. એક અંદાજ મુજબ 6426 લોકો માઈક્રો કન્ટેન્ટ ઝોન હેઠળ સમાવિષ્ઠ છે.      

સંકળાયેલા મુદ્દાઓ

Cemetery land Infrastructure Municipal Corporation SMC grant કન્ટેન્ટમેંટ ઝોન કોરોના સંક્રમણ ખેલૈયા ત્રીજી લહેર નવરાત્રી મહાપાલિકા સુરત સ્મશાન ભઠ્ઠી surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ