preparations to extract water from karam river dam after crack madhya pradesh
કુદરતી આફત કે બેદરકારી ? /
300 કરોડના ખર્ચે બનેલા ડેમમાં પડી તિરાડ: ગામેગામ કરવા પડ્યા ખાલી, NDRF-આર્મી અને હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય
Team VTV12:46 PM, 13 Aug 22
| Updated: 12:50 PM, 13 Aug 22
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં નિર્માણાધીન ડેમ લીકેજ થતાં 18 જેટલા ગામડાઓને ખાલી કરાવવા પડ્યા છે અને હાલમાં ડેમનું પાણી ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે.
મધ્ય પ્રદેશના કેટલાય જિલ્લામાં ભારે વરસાદથી સ્થિતિ કફોડી બની
ધાર જિલ્લામાં કોઠિડા ગામમાં બનેલો ડેમ લીકેજ થતાં ફફડાટ ફેલાયો
આજૂબાજૂ 18 ગામો માટે ખતરો, તાત્કાલિક ગામો ખાલી કરાવ્યા
મધ્ય પ્રદેશના કેટલાય જિલ્લામાં થઈ રહેલા વરસાદના કારણે નદી,નાળા અને બાંધનું જળસ્તર વધી ગયું છે. આ તમામની વચ્ચે ધાર જિલ્લામાં ધામનોદના કોઠિડા ગામમાં બનેલા માટીનો બાંધ તૂટ્યો હોવાના સમાચાર આવ્યા છે. ગુરુવારે બાંધમાં લીકેજ થવાની સૂચના મળ્યા બાદ કેટલાય ગામોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ મામલાને પ્રશાસન અને જળ સંસાધન વિભાગે ગંભીરતાથી લેતા કહ્યું કે, પાણીનું લીકેજ રોકવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી, કહેવાય છે કે, તેમાં હાલમાં લગભગ 295 મીટરનું જળસ્તર પહોંચી ગયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ડેમના એક ભાગમાં ધીમે ધીમે પાણી નિકળુ રહ્યું છે. પ્રશાસનનું માનવુ છે કે, ગામ લોકોને વધારે સમય સુધી રાહત શિબિરમાં રાખી શકાય નહીં, કેમ કે તેઓ વારંવાર પોતાના ઘરો તરફ જઈ રહ્યા છે. જેથી ફટાફટ આ ડેમનું પાણી ખાલી કરવું જરૂરી છે. ત્યારે આવા સમયે કંટ્રોલ્ડ રીતે હવે પાણીને ડેમમાંથી બહાર કાઢવામાં આવશે.
પ્રશાસને જણાવ્યું છે કે, ડેમનું પાણી ઓછુ કરવા માટે એક્સપર્ટની ટીમ બોલાવામા આવી છે અને તે કામ કરી રહ્યું છે. સંભવત: 12 વાગે પાણી કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તો વળી આ અગાઉ ધાર અને ખરગોનના 18 ગામને ખાલી કરી દેવામા આવ્યા હતા.
જળ સંસાધન મંત્રી તુલસી સિલાવટે જણાવ્યું હતું કે, 40 સ્ક્રૂ ખોલી દેવામાં આવ્યા છે. બે સ્ક્રૂ હાલમાં બાકી છે. તે ખોલી નાખતા પાણી ઝડપથી વહી જશે. ડેમની બીજી તરફ ચેનલ બનાવાનું કામ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી ખુદ 24 કલાકથી આ મામલામાં નજર રાખી રહ્યા છે. ઈમરજન્સી સ્થિતિના નિવારણ માટે આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ તમામ ત્યાં પહોંચી ગયા છે. સેનાના બે હેલીકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રખાયા છે.
સામે આવ્યો ડેમનો વીડિયો
શુક્રવારે તમામ ગામને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ડેમ લીકેજ થવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કેવી રીત ડેમમાંથી માટી નીચે પડી રહી છે. ગુરૂવારથી પાણી લીકેજ રોકવા માટે પ્રશાસન સતત કોશિશ કરી રહ્યું છે. લીકેજની જાણકારી મળ્યા બાદ કલેક્ટર અને એસપી ઘટના સ્થળે પહોંચીની સમીક્ષા કર્યા બાદ ડેમની આજૂબાજૂના ગામોને ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું.
304 કરોડના ખર્ચે બન્યો છે આ ડેમ
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર માટીમાંથી બધેલા આ ડેમનું નિર્માણ લગભગ 304 કરોડના ખર્ચે થયું છે. જો કે, ધારાસભ્યોએ વાહીયાત બાંધકામ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. કોઠીદામાં કારમ મધ્યમ સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત તેનું બાંધકામ થયું હતું. તો વળી ગામલોકોએ આરોપ લગાવ્યો છે કે, અધિકારીઓએ ડેમ માટે ખોટો સર્વે કર્યો હતો. ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે, આ ડેમના નિર્માણથી સિંચાઈની સારી એવી સુવિધા મળશે.