બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Preparations for counting of votes have been finalized
Priyakant
Last Updated: 05:46 PM, 7 December 2022
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ છે. 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારોમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જાણો તમારા જિલ્લા કે વિધાનસભા બેઠકની મતગણતરી કઈ જગ્યાએ થશે ?
અમદાવાદ:
ADVERTISEMENT
અમદાવાદની 21 વિધાનસભા બેઠકોમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે 6 વિધાનસભા, એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 વિધાનસભા અને ગુજરાત કોલેજ ખાતે 7 વિધાનસભાની મતગણતરી હાથ ધરાશે. આ ત્રણ સેન્ટર પર 41 સ્ટ્રોંગ રૂમ, 23 કાઉન્ટિંગ રૂમ અને મોનીટરીંગ માટે CCTV કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે. CCTV કંટ્રોલ સેન્ટર ખાતે કર્મચારીઓ સતત તમામ સ્ટ્રોંગ રૂમની બહાર નજર પણ રાખી રહ્યાં છે. સાથે જ પોલીસ અને અર્ધ લશ્કરી દળો પણ તહેનાત કરવામાં આવ્યા છે.
કઈ બેઠકની મતગણતરી ક્યા થશે?
ધોળકા, ધંધુકા, સાણંદ, વિરમગામ, દસક્રોઈ, નિકોલની બેઠકની આંબાવાડીની પોલીટેક્નિક કૉલેજ ખાતે મતગણતરી
નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર, દાણીલીમડા, અસારવા બેઠકની ગુજરાત કૉલેજ ખાતે મતગણતરી
ઘાટલોડિયા, વટવા, એલિસબ્રિજ, વેજલપુર, નારણપુરા, સાબરમતી, અમરાઈવાડી, મણીનગર બેઠકની મતગણતરી L.D એન્જિનિયરીંગ
સુરત:
સુરતમાં 2 સ્થળોએ 16 બેઠકોની મતગણતરી કરવામાં આવશે. આવતીકાલે સવારે 8:00 વાગ્યાથી મતગણતરી શરૂ કરાશે. જેમાં સૌથી પહેલા બેલેટ પેપરના મત ગણાશે અને બાદમાં EVMના મતોની ગણતરી થશે. વિગતો મુજબ જિલ્લાની મહુવા બેઠકનું પરિણામ સૌથી પહેલા જાહેર થશે. મહુવા બેઠક ઉપર માત્ર ત્રણ જ ઉમેદવાર. આ સાથે લિંબાયત બેઠકનું પરિણામ સૌથી છેલ્લું જાહેર થવાની શક્યતા છે. લિંબાયત બેઠક ઉપર કુલ 44 ઉમેદવારો મેદાનમાં છે. મહત્વનું છે કે, આવતીકાલે કરંજ, ઉત્તર બેઠક માટે 10 ટેબલ પર મતગણતરી તો ચોર્યાસી બેઠક ઉપર સૌથી વધુ 38 ટેબલ પર મતગણતરી છે.
ગાંધીનગર:
ગાંધીનગરમાં આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને લઈ મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ગાંધીનગરની 5 બેઠકોની મતગણતરી થશે. સેક્ટર 15માં સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં મતગણતરી કરવામાં આવશે. જેને લઈ મતગણતરી કેન્દ્ર પર CCTV, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
નર્મદા:
આવતીકાલે નર્મદાની 2 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે. આ તરફ મતગણતરીને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. નાંદોદ બેઠકની 22 રાઉન્ડમાં મતગણતરી થશે. ડેડીયાપાડા બેઠકની 23 રાઉન્ડમાં મતગણતરી થશે. રાજપીપલા ખાતે બન્ને બેઠકોની મતગણતરી હાથ ધરાશે. છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે મતગણતરી યોજાશે.
જુનાગઢ:
જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે 5 વિધાનસભા બેઠકની મત ગણતરી કૃષિ ઇજનેરી કોલેજમાં કરાશે. જેમાં જૂનાગઢ બેઠકની ગણતરી 21 રાઉન્ડમાં, વિસાવદર બેઠકની ગણતરી 22 રાઉન્ડમાં , માંગરોળ બેઠકની ગણતરી માત્ર 17 રાઉન્ડમાં, માણાવદર બેઠકની ગણતરી 20 રાઉન્ડમાં અને કેશોદ બેઠકની ગણતરી 19 રાઉન્ડમાં થશે.
મહીસાગર:
મહીસાગર જિલ્લામાં 3 બેઠકોની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે. વિગતો મુજબ લુણાવાડા ખાતે PN પંડ્યા આર્ટસ કોલેજમાં મતગણતારી થવાની છે. જેથી તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમની બહાર બંદોબસ્તથી લઈને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. લુણાવાડા ખાતે આવેલ PN પંડ્યા આર્ટ્સ,કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં EVM રાખવામાં આવ્યા છે. જ્યારે કોલેજમાં જ મતગણતરી યોજાવાની છે. કોલેજની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વલસાડ:
આવતીકાલે વલસાડ જિલ્લાની 5 બેઠકો માટે મતગણતરી હાથ ધરશે. વલસાડમાં 5 વિધાનસભા બેઠકો પર કુલ 35 ઉમેદવારો વચ્ચે જંગ હતો. વલસાડની તમામ પાંચ બેઠકો માટે 14 ટેબલો ગોઠવાશે અને સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે.
જામનગર:
જામનગરમાં આવતીકાલે હરિયા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. વિગતો મુજબ જામનગર જિલ્લાની કુલ 5 વિધાનસભા બેઠક માટે મતગણતરી કરવામાં આવશે. જેને લઈ આજે કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ કોલેજમાં નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મતગણતરી અંગેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
ભરૂચ:
ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. વિગતો મુજબ ભરૂચની કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. કે.જે.પોલીટેક્નિક કોલેજની બહાર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે. આ સાથે કોલેજ રોડ પર વાહનોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પોરબંદર
પોરબંદર વિધાનસભા અને કુતિયાણા વિધાનસભા બેઠક માટે મતગણતરી હાથ ધરાશે. પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરી થવાની છે. જેથી ચૂંટણી અધિકારીઓ દ્રારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોલીટેક્નિક કોલેજ ખાતે A વિભાગમાં 83 પોરબંદર અને B વિભાગમાં 84 કુતિયાણા બેઠકની મતગણતરી થશે. 83 પોરબંદરમાં કુલ 14 ટેબલ પર 19 રાઉન્ડમાં મત ગણતરી થશે. જ્યારે 84 કુતિયાણામાં 14 ટેબલ પર 18 રાઉન્ડમાં મતગણતરી થશે.
રાજકોટ:
રાજકોટ જિલ્લામાં મતગણતરીને લઇ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 8 બેઠકની મત ગણતરી કણકોટ, સરકારી ઈજનેર કોલેજમાં કરાશે. તમામ 8 બેઠક પર મત ગણતરી એક સાથે શરૂ થશે. આ સાથે એક વિધાનસભા પ્રમાણે 14 ટેબલ પર મતગણતરી કરાશે. જેમાં પહેલા બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવશે. વિગતો મુજબ 8 હજાર જેટલો સ્ટાફ મતગણતરીમાં કામે લાગશે. જેને લઈ કણકોટ ઈજનેર કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વિગતો મુજબ 162 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.