ઘોર બેદરકારી / ગર્ભવતી મહિલાને મોટા વાસણમાં બેસાડીને નદી પાર કરાવી, આમ છતાં નવજાત શિશુ...

Pregnant women crosses river sitting on a big vessel still loses his new born due to late medical treatment by hospital

છત્તીસગઢના બીજાપુરમાં એક હોસ્પિટલની ગંભીર બેદરકારીની કિંમત ગર્ભવતી મહિલાએ પોતાના બાળકનો જીવ ગુમાવીને ચૂકવવી પડી હતી. આ ઘટના છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ભોપાલપટનમની છે. ૧૩ જુલાઈના રોજ એક ગર્ભવતી મહિલાને એમ્બ્યુલન્સ ન મળવાને લીધે જમવાનું બનાવવાના મોટા વાસણમાં બેસાડીને તેન નદી પાર કરાવામાં આવી હતી અને ત્યારબાદ તેને માંડ માંડ હોસ્પિટલ પહોચાડવામાં આવી હતી. અહીં પણ હોસ્પિટલ સ્ટાફની બેદરકારી ચાલુ જ રહી હતી. મહિલાના પતિ હરીશની ફરિયાદ છે કે હોસ્પિટલમાં હાજર સ્ટાફ એમની પત્નીને જોવા માટે કલાકો સુધી ડોક્ટરની રાહ જોતા રહ્યા. આ વિલંબના પગલે એમના બાળકની મોત થઇ ગઈ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ