બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Pregnant Swara Bhaskar shares baby bump picture with husband Fahad after three months of marriage
Megha
Last Updated: 01:04 PM, 6 June 2023
ADVERTISEMENT
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ત્રણ મહિના પહેલા સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. હવે સ્વરાએ જાહેરાત કરી છે કે તે માતા બનવાની છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. બીજી તરફ સ્વરાએ આ ખુશખબર શેર કરતાની સાથે જ ચાહકો અભિનંદન આપી રહ્યા છે.
સ્વરાએ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી
સ્વરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર સાથે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. ફોટામાં સ્વરા તેના પતિ ફહાદ સાથે જોવા મળી રહી છે. તેણે પિંક કલરનો આઉટફિટ પહેર્યો છે જેમાં તેનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તસવીર શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "ક્યારેક તમારી બધી પ્રાર્થનાઓનો જવાબ એક સાથે મળે છે, જ્યારે આપણે સંપૂર્ણ નવી દુનિયામાં પગ મુકીએ છીએ..'
ADVERTISEMENT
સ્વરા ભાસ્કરે તેની પ્રેગ્નેન્સીની જાહેરાત કરતાની સાથે જ તેને તમામ સેલેબ્સ અને ફેન્સ તરફથી ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે.
સ્વરા અને સમાજવાદી પાર્ટીના નેતા ફહદે આ વર્ષે ફેબ્રુઆરીમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. આ લગ્નની ઉજવણી એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા સ્વરાના માતા બનવાના સમાચાર સામે આવ્યા હતા પણ હવે અભિનેત્રીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT