બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO: પ્રેમી સાથે અંગત પળો માણી, અશ્લીલ વીડિયો વાયરલ થતા યુવતીનો આપઘાત
Last Updated: 08:00 PM, 6 July 2025
અમદાવાદના ચાંદખેડામાં હાઇરાઇઝ બિલ્ડીંગ પરથી ઝંપલાવી 21 વર્ષની યુવતી દ્વારા આપઘાત કરવાની ઘટનામાં યુવતીનો એક વીડિયો સામે આવ્યો છે.. આ વીડિયો આપઘાત કર્યાની થોડીપળો પહેલાનો હોવાનું માનવામાં આવે છે.. જેમાં યુવતી તો દેખાય છે પરંતુ સાથે જ કોઇ યુવકનો અવાજ પણ સંભળાય છે.. યુવતી કહી રહી છે કે પ્લાન કેન્સલ,.. હુ હવે બીજા માળેથી કુદીશ, જેથી હું જીવતી બચી શકું..અહીંથી કુદીશ તો મારા હાડકા પણ નહીં મળે.. સળગાવવા માટે કંઇક તો જોઇએ ને..
ADVERTISEMENT
— chintan.vtv (@ChintanVtv) July 6, 2025
આ પણ વાંચોઃ VIDEO : અભિનેત્રીના પિતા પર જીવલેણ હુમલો, આરોપીઓએ ક્લિનિકમા ઘૂસીને કર્યું ફાયરિંગ
ADVERTISEMENT
મહત્વનું છે યુવતી સાથેની અંગત પળોનો વીડિયો તેના પ્રેમી મોહીતે પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો.. આ વીડિયો હાર્દિક રબારી નામના મોહીતના મિત્ર પાસે પહોંચ્યો હતો.. અને તેણે યુવતીને કહ્યું હતું કે તમારો વીડિયો મારી પાસે આવ્યો છે, જો જોવો હોય તો વૈષ્ણૌદેવી સર્કલ પાસે મળો.. યુવતી ત્યાં પોતાની બહેનપણી અને તેના પતિને લઇને પહોંચી હતી..જ્યાં હાર્દીકે યુવતીને મોહીત સાથેની તેની (યુવતીની) અંગત પળોનો વીડિયો તેને બતાવ્યો હતો.. જે જોઇને યુવતી સ્તબ્ધ થઇ ગઇ હતી.. યુવતીએ પોલીસનો સંપર્ક સાધી આ મામલામાં પોલીસની હાજરીમાં મોહીત અને હાર્દિકના મોબાઇલમાંથી વીડિયો ડિલીટ કરાવ્યા હતા.. પરંતુ યુવતીને સતત ભય રહેતો હતો કે તેનો વીડિયો લીક થઇ જશે.. આખરે તેણે 14મા માળેથી છલાંગ લગાવી મોત વ્હાલુ કર્યુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.