બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:58 PM, 27 May 2024
કાળઝાળ ગરમી વચ્ચે ખુબજ રાહત મળે એવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં પ્રિ-મોન્સુન એક્ટિવટી વધારે જોર પકડશે, રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદ થશે.. તેમણે કહ્યું કે દ.ગુજરાતમાં પણ સારો વરસાદ થશે. આવનારી 4 જૂન સુધીમાં તેમણે નડિયાદ, વડોદરા, આણંદ, ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
સામાન્ય કરતા વધારે વરસાદની છે આગાહી
મહત્વપૂર્ણ છે કે જૂનથી સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસવાની આગાહી છે. લા નીનાની સ્થિતિ જૂનથી ઓગસ્ટ 2024 સુધી વિકસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાંબા ગાળામાં એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધી 106 ટકા વરસાદની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં 30 મે પછી ગરમી ઓછી થવાની શક્યતા છે. મે 2024માં ગરમીના તરંગોના 2 રાઉન્ડ નોંધાયા હતા, જેમાં હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ગુજરાતમાં સૌથી વધુ વ્યાપ જોવા મળ્યો હતો
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં પવનની દિશા બદલાઈ, ગરમીમાં મળશે રાહત? જાણો હવામાનની આગાહી
ચોમાસુ 31 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા
સામાન્ય રીતે ચોમાસુ કેરળમાં 1 જૂનના રોજ આવે છે, પરંતુ આઇએમડીનું કહેવું છે કે આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 31 મેના રોજ કેરળમાં આવે તેવી શક્યતા છે આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે તે વહેલું નથી, તે સામાન્ય તારીખની આસપાસ છે, કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.