બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અરબી સમુદ્રમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 44 તાલુકાઓ ભીંજાયા

હવામાન / અરબી સમુદ્રમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 44 તાલુકાઓ ભીંજાયા

Last Updated: 10:11 AM, 11 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે માવઠાની નૈઋત્યના ચોમાસા પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં. એટલે કોઈએ ડરવાનું કે ગભરાવવાનું નથી.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે પરંતુ આ વખતે તે કેરળ વહેલું પહોંચવાની ધારણા છે. જો 27 મે સુધીમાં ચોમાસુ કેરળમાં આવી જશે તો તે 2009 પછીનું સૌથી પહેલું ચોમાસુ હશે. 2009માં ચોમાસુ 23 મે ના રોજ કેરળમાં પહોંચ્યું હતું.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 44 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ પોરબંદરના કુતિયાણામાં 3.78 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના જામકંડોરણામાં 3.11 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોરાજીમાં 2.76 ઇંચ અને જુનાગઢના માણાવદરમાં 2.32 ઈંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ઈડર અને રાજકોટના જેતપુરમાં 2.24 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપલેટામાં 1.73 અને જામનગરના ધ્રોલમાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અમરેલીના સાવરકુંડલામાં 1.18 ઈંચ વરસ્યો વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં હિટવેવ અને માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. આણંદ કૃષિ હવામાન ખાતાની આગાહી અનુસાર 15 થી 20 મે સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હિટવેવની આગાહી છે. તો રાજ્યમાં 20થી 31 મે વરસાદની આગાહી કરાઇ છે. મહેસાણા અને હિંમતનગરમાં વરસાદની અસર વધુ રહેશે તેમ જણાવાયું છે. સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે., દ્વારકા અને જૂનાગઢમાં પણ વરસાદની આાગાહી કરાઇ છે. અરબી સમુદ્રમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ તા આ આગાહી કરાઇ છે.

Vtv App Promotion

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ વખતે મે મહિનામાં ઈતિહાસનું સૌથી ભારે માવઠું જોવા મળ્યું છે. આ વખતે 4 ઈંચ સુધી અને અમુક જગ્યાએ 7-8 ઈંચ વરસાદ પણ નોંધાયા છે. જોકે, આ માવઠાની નૈઋત્યના ચોમાસા પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં. એટલે કોઈએ ડરવાનું કે ગભરાવવાનું નથી.

આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ, 250 ડોક્ટરો કર્યુ રક્તદાન

ગુજરાત પરથી પસાર થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશના કારણે વરસાદ પડ્યો છે. જો આ સાયક્લોનિક સર્ક્યુલેશન કેરળ અથવા ગોવાથી પશ્ચિમ દિશાના દરિયામાં બન્યું હોત અને ગુજરાત સુધી લંબાયું હોત તો અરબ સાગરનો ભેજ ખેંચીને આગળ નીકળે તો ફરી પાછું ત્યાં ભેજ આવતાં સમય લાગતો હોય છે. જો આવું થયું હોત તો આ માવઠાને લીધે નૈઋત્યના ચોમાસા ઉપર અસર પડી હોત.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ