બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પ્રયાગરાજમાં ઉમટ્યું માનવ મહેરામણ, 2 જ દિવસમાં 5 કરોડ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી, તસવીરો મંત્રમુગ્ધ કરી દેશે
4 ફોટો ગેલેરી
Last Updated: 08:42 AM, 15 January 2025
1/4
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ આયોજિત સંપૂર્ણ મહા કુંભ 13 જાન્યુઆરીએ શરૂ થયો છે. તે 26 ફેબ્રુઆરી સુધી કુલ 45 દિવસ ચાલશે. આજે 15મી જાન્યુઆરીને બુધવારના રોજ સંગમમાં ન્હાવા માટે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો આવવા લાગ્યા છે. હવે શાહી સ્નાન 29 જાન્યુઆરીએ થશે, જે દિવસે પ્રથમ અખાડાઓ એક પછી એક સ્નાન કરશે. ત્યારબાદ ભક્તો ગંગામાં આસ્થાપૂર્વક ડૂબકી લગાવશે. મહાકુંભ વિસ્તારમાં પહોંચવા માટે પ્રયાગરાજમાં 350 શટલ બસો દોડાવવામાં આવી છે.
2/4
પ્રયાગરાજમાં ઉત્સવના ત્રીજા દિવસે, લાખો શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને 'રહસ્યમય' સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ સ્થાન ત્રિવેણીમાં પવિત્ર સ્નાન કરવા આવ્યા છે. તમને જણાવી દઈએ કે પ્રયાગરાજનો મહા કુંભ મેળો લગભગ 4000 હેક્ટર જમીનમાં ફેલાયેલો છે અને તેને 25 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે.
3/4
મહાકુંભ 2025 માટે ગોવાથી આવેલા એક ભક્તે કહ્યું કે અમે પવિત્ર સ્નાન કર્યું અને હવે અમે રામ લાલાના દર્શન માટે અયોધ્યા જઈશું. હું ગોવા અને સમગ્ર દેશના લોકો માટે આશીર્વાદ ઈચ્છું છું. તેમણે કહ્યું કે મેનેજમેન્ટે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે અને આનો શ્રેય રાજ્ય અને કેન્દ્ર સરકારને જાય છે.
4/4
હવે મહા કુંભનું ત્રીજું શાહી સ્નાન 29 જાન્યુઆરી 2025ના રોજ મૌની અમાવસ્યા પર થશે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો કુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. છેલ્લા બે દિવસમાં અત્યાર સુધીમાં 5 કરોડ લોકોએ આસ્થાનો લ્હાવો લીધો છે. દર 12 વર્ષમાં એકવાર મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ