બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : સિલિન્ડરના ફૂરચે-ફૂરચાં, ક્યાંક ચૂલા તૂટ્યાં તો ક્યાંય વાસણો, મહાકુંભમાં આગનો ખૌફનાક મંજર

પ્રયાગરાજ / VIDEO : સિલિન્ડરના ફૂરચે-ફૂરચાં, ક્યાંક ચૂલા તૂટ્યાં તો ક્યાંય વાસણો, મહાકુંભમાં આગનો ખૌફનાક મંજર

Last Updated: 07:05 PM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં આગનો ખૌફનાક માહોલ જોવા મળ્યો હતો, સદનસીબે તાબડતોબ આગને કાબુમાં લઈ લેવાઈ અને કોઈ જાનહાની પણ થઈ નહોતી.

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં આગ લાગતાં ઘડીક ભર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સેક્ટર-19માં અખિલ ભારતીય ધર્મ સંઘ ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં રાંધણ ગેસના બાટલમાં બ્લાસ્ટ બાદ આગ બીજા તંબૂઓમાં ફેલાઈ હતી. આગમાં સિલિન્ડરના ફૂરચે-ફૂરેચાં ઉડી ગયા હતા અને ચૂલા અને વાસણો પણ તૂટેલા જોવા મળ્યાં હતા.

આઠથી નવ સિલિન્ડરમાં બ્લાસ્ટ

પહેલા સિલિન્ડરમાં આગ લાગી અને પછી તે ફેલાઈ ગઈ. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ અલગ-અલગ ટેન્ટમાં રાખવામાં આવેલા સિલિન્ડરોમાં એક પછી એક ધડાકા થયા હતા. લગભગ આઠથી નવ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાની માહિતી સામે આવી છે. આગમાં 15 થી 18 જેટલા ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા.

પીએમ મોદીએ સીએમ યોગી સાથે વાત કરી

પ્રધાનમંત્રી મોદીએ પણ આ દુખદ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી અને સીએમ યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરીને જાણકારી મેળવી હતી અને જરુરી નિર્દેશો આપ્યાં હતા.

આગને કાબુમાં લેવાઈ

યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લાગેલી વિકરાળ આગ કાબુમાં આવી ગઈ છે. ફાયર ફાઈટર્સ દ્વારા તાબડતોબ આગને કાબુમાં લઈ લેવાઈ હતી. સદનસીબે, જાનહાનીના કોઈ સમાચાર નથી. સેક્ટર 19માં વિકરાળ આગ લાગતાં સેંકડો તંબૂઓ સળગીને ખાખ થઈ ગયાં હતા.

કેવી રીતે લાગી આગ

હકીકતમાં સેક્ટર 19ના બનાવતી વખતે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેને કારણે આગ લાગી હતી જે બાજુના તંબૂઓમાં ફેલાઈ હતી અને થોડી વારમાં વિકરાળ રુપ ધારણ કર્યું હતું.

શું નુકશાન થયું

ગોરખપુરના અખિલ ભારતીય ધાર્મિક સંઘ ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી. કેમ્પમાં રાખેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. આ ઉપરાંત સેંકડો તંબૂઓ પણ સળગીને ખાખ થઈ ગયાં છે. આ આગ એટલી ભીષણ છે કે આખા વિસ્તારમાં ધૂમાડાના ગોટે ગોટા ઉડતાં જોવા મળ્યાં હતા.

શું બોલ્યાં ADG

પ્રયાગરાજના ADG ભાનુ ભાસ્કરે કહ્યું કે મહા કુંભ મેળાના સેક્ટર 19માં બે-ત્રણ સિલિન્ડર ફાટ્યા, જેના કારણે શિબિરોમાં ભારે આગ લાગી હતી. આગને કાબુમાં લેવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને જેવી આગની ખબર મળી કે તાબડતોબ દોડી આવ્યાં હતા.

250 તંબૂઓ સળગીને ખાખ

મહાકુંભ મેળા વિસ્તારમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો કે આગમાં લગભગ 250 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. આગની જ્વાળાઓ ખૂબ જ ઊંચી હતી. ખૂબ મોટા વિસ્તારમાં આગ લાગી હતી.

26 ફેબ્રુઆરી સુધી ચાલશે મહાકુંભ

મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. 18 જાન્યુઆરી સુધી મહાકુંભ દરમિયાન 7 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ ત્રિવેણીમાં ડૂબકી લગાવી છે. રવિવારે 46.95 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mahakumbh 2025 mahakumbh fire prayagraj mahakumbh fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ