આવતી કાલે પ્રવીણ તોગડિયા આ જગ્યાએ કરશે ઉપવાસ, જાણો ક્યાં?

By : admin 06:46 PM, 16 April 2018 | Updated : 06:48 PM, 16 April 2018
અમદાવાદઃ વિશ્વ હિંદુ પરિષદનાં નારાજ પૂર્વ કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આવતી કાલથી GMDC ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ પર બેસશે. જો કે, આ પહેલા ઉપવાસનાં સ્થળ તરીકે બત્રીસી હોલની પસંદગી કરવામાં આવી હતી પરંતુ પોલીસે સુરક્ષાનાં કારણોસર જાહેર રોડ પર ઉપવાસને મંજૂરી માટે અનિચ્છા દર્શાવી હતી.

જેનાં કારણે હવેથી GMDC ગ્રાઉન્ડ ખાતે પ્રવીણ તોગડિયાએ અનિશ્ચિત મુદ્ત સુધીનાં અનશન પર બેસવાનો નિર્ણય કર્યો છે. ઉપવાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમર્થકો અને હિંદુ સંતો ઉપસ્થિત રહેશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ડો.પ્રવીણ તોગડિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે,"તેઓ કરોડો હિંદુઓ અને ખેડૂતોની માંગણીઓને લઇ ૧૭મી એપ્રિલથી આવતી કાલનાં રોજથી અમદાવાદમાં અચોક્કસ મુદ્દતનાં આમરણાંત ઉપવાસ પર ઉતરવાનાં છે.

તેમજ વધુ નિવેદન આપતાં એમ પણ જણાવ્યું હતું કે કેટલાંય સમયથી વિશ્વ હિંદુ પરિષદની ચાલી આવતી મારી યાત્રા હવે જબરદસ્તી પૂર્ણ કરાવવા બદલ તેમજ કોકજેજીને લાવવા બદલ હું ધન્યવાદ પાઠવું છું."Recent Story

Popular Story