ચૂંટણી રણનીતિ કાર પ્રશાંત કિશોર અને કોંગ્રેસની વચ્ચે જુગલબંધી ફરીથી શરૂ થઈ ગઈ છે. પણ આ વર્ષના અંતમાં થનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી વિશે નથી.
વિધાનસભા ચૂંટણી નહીં લોકસભા ટાર્ગેટ
પીકેની એન્ટ્રીમાં કેટલીય અડચણો
સોનિયા ગાંધીનો નિર્ણય આખરી રહેશે
ચૂંટણી રણનીતિ કાર પ્રશાંત કિશોર અને કોંગ્રેસની વચ્ચે જુગલબંધી ફરીથી શરૂ થઈ ગઈ છે. પણ આ વર્ષના અંતમાં થનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી વિશે નથી. પહેલા એવા વાવડ આવ્યા હતા કે, જ્યાં સુધી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવાની ચૂંટણીના પરિણામો આવી ન જાય ત્યાં સુધી કોંગ્રેસમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી પર હાઈકમાન્ડે પોઝ બટન દબાવી દીધું છે. પણ આ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મળેલી ભયંકર નિરાશા હોવા છતાં પણ બંને વચ્ચે ફરી એક વાર વાતચીત ટેબલ પર આવી છે.
જાણવા મળ્યું છે કે, પ્રશાંત કિશોર 2024 પહેલા કોઈ પણ રાજ્યની વિધાનસભા ચૂંટણી ( ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશ)ના મેનેજમેન્ટમાં કોઈ રસ દાખવતા નથી. પીકે હવે કોંગ્રેસમાં એક રાજનેતા તરીકે પૂર્ણકાલિન ભૂમિકા શોધી રહ્યા છે. ત્યાર બાદ તે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને તૈયાર કરવા માગે છે. હકીકતમાં જોઈએ તો, પ્રશાંત કિશોરનો રાજકીય સંપર્ક પાર્ટી લાઈનથી જરાં ઈતર છે. મમતા બેનર્જી, શરદ પવાર, એમ કે સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, કે. ચંદ્રશેખર રાવ, હેમંત સૌરેન, જગનમોહન રેડ્ડી સાથેના તેમના સંબંધો જગજાહેર છે.
ત્યાં સુધી તો મોદીને હટાવાનું અશક્ય
ભારતમાં ચૂંટણીની નસ પકડવામાં માહેર એવા પીકેનું દ્રઢપણે માનવું છે કે, જ્યાં સુધી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ, હરિયાણા, ઝારખંડ જેવા રાજ્યોમાં જ્યાં સુધી ભાજપનો કોંગ્રેસ સામે સીધી ટક્કર છે, આ રાજ્યોમાં કોંગ્રેસ ભાજપને હરાવી શકશે નહીં ત્યાં સુધી નરેન્દ્ર મોદીને સરકારમાંથી હટાવા અશક્ય છે. કોંગ્રેસને 200થી વધારે લોકસભા સીટોને પ્રાથમિકતા આપવાની જરૂર છે, જ્યાં પાર્ટીની સિધી ટક્કર ભાજપ સાથે છે.
વિપક્ષની આશા જાગશે
2014થી કોંગ્રેસ આ રાજ્યોમાં 90 ટકા સીટો હારતી જાય છે. પીકેના પ્લાનિંગ અનુસાર આ નુકસાન 50 ટકા ઓછુ કરી શકાય છે. અથવા કહો કે, કોંગ્રેસ દરેક બે સીટમાંથી એક જીતવાનું શરૂ કરી દે, તો વિપક્ષમાં દમ દેખાશે. તેમની આશા સફાળી જાગશે.
શક્તિશાળી વ્યક્તિને સામે નથી રાખી શકતો ગાંધી પરિવાર
રાજકારણની હવા તો એવા છે કે, વર્ષ 2016થી જ ગાંધી પરિવાર અને પીકે એકબીજાના નજીક આવી રહ્યા છે. સાથે જ એકબીજામાંથી રસ પણ ઓછો થયો નથી. પ્રશાંત કિશોરને દેશની ગ્રાંડ ઓલ્ડ પાર્ટીમાં સામેલ કરવા સાથે બે મોટી અડચણો પણ છે. સૌથી પહેલી એકે, ગાંધી પરિવારને શક્તિશાળી વ્યક્તિને પોતાની પાસે રાખીને સામે ધરવાની આદાત નથી. બંગાળ અને અન્ય જગ્યા પર પ્રશાંત કિશોરની ચૂંટણી સફળતાએ તેમને એક આશા જગાવી છે. એક નવી ઉંચા્ઈ આપી છે. તે ફુંકી ફુંકી પી રહ્યા છે. અને આ જ વાત કોંગ્રેસ સંગઠનમાં રહેલા અમુક બિનગાંધી પરિવારના નેતાઓને ખટકે છે.
પીકેની એન્ટ્રીનો બીજો મોટો પોઈન્ટ કોંગ્રેસમાં સુધારાની ગતિ વિશે છે. જાણકાર સૂત્રો જણાવે છે કે, જ્યાં ગાંધી પરિવાર પાર્ટીમાં તબક્કામાં સુધારો કરવા માગે છે, તો વળી કિશોર કથિત રીતે પાર્ટીની કાર્ય સંસ્કૃતિમાં વ્યાપક પરિવર્તન માગે છે. તેના માટે બંને પક્ષે પોતાપોતાના તર્ક રજૂ કર્યા છે. હાલના ચૂંટણી પરાજયને ધ્યાને રાખીને ગાંધી પરિવાર કથિત રીકે પદાનુક્રમ, ચૂંટણી મેનેજમેન્ટ, ટ્રેનિંગ, સોશિયલ મીડિયા નીતિ, વૈચારિક નિષ્ઠા, જવાબદારી, પારદર્શિતા, ગઠબંધન વાર્તા વગેરેમાં ફટાફટ પરિવર્તન લાવવા માગે છે. અને તેને લઈને પોતાનો સ્પષ્ટ મત પણ જણાવી ચુક્યા છે. જ્યારે પ્રશાંત કિશોરનું માનવું છે કે, અઘરી પરિસ્થિતિમાં પણ તે સર્વોત્તમ મોકો આવે છે, જ્યારે સંગઠનમાં આમૂલ પરિવર્તન કરી શકાય છે.
G- 23 લઈને પોઝિટીવ છે પીકે
ગાંધી પરિવારમાં કથિત રીતે પ્રશાંત કિશોર વિશે પોઝિટિવ ભાવનાઓ છે. કારણ કે, તેમને લાગે છે કે, તેમના જોડાવાથી જી 23 અસંતુષ્ટ નેતાઓ સાથે રહીને યુદ્ધનો અંત આવી જશે. કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની મુહિમ ચલાવનારા જી 23ના મોટા ભાગના નેતાઓ પ્રશાંત કિશોર અને પરિવર્તન પર ભાર આપતા લોકોનું સન્માન કરે છે. આ બાજૂ પ્રશાંત કિશોર જાણી જોઈને ખુદને પાર્ટીની અંદર ઝઘડાથી દૂર રાખવા માગે છે.
સોનિયા ગાંધી સાથે વાતચીત થઈ પણ...
સપ્ટેમ્બર-ઓક્ટોબર 2021માં સોનિયા ગાંધીની સાથે પોતાની ગત વાતચીતમાં પ્રશાંત કિશોરે કથિત રીતે કોંગ્રેસ સંગઠનમાં જબરદસ્ત પરિવર્તન વિષય પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત બંને નેતાઓ વચ્ચે ટિકિટ વહેંચણીને લઈને, ચૂંટણી ગઠબંધન, ફંડ જમા કરવાના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. પણ ત્યાં સુધીમાં તો વિધાનસભા ચૂંટણી આવી ગઈ. આ ઉપરાંત પાર્ટીમાં એક સમયે સફળ રહેલી અને હવે ઘસાઈ ગયેલી વર્કિંગ સ્ટાઈલ પર જરૂરિયાતથી વધારે ભાર આપવા જેના કારણે વાતચીત અટકી ગઈ.
હાલમાં કોંગ્રેસ અને પીકે વચ્ચેની વાર્તા લટકાયેલી છે. જાણકારો અને ઉચ્ચ સૂત્રોનું માનીએ તો, આ વાર્તામાં પ્રગતિ થશે તેવી પુરેપુરી સંભાવના છે. જો કોંગ્રેસ, જેને હંમેશા યથાસ્થિતિવાદી અને પરિવર્તનથી એલર્જિક માનવામાં આવે છે, પોતાની જાતને નવુ રૂપ અને આકાર આપવાની મંજૂરી આપે છે, કે નહીં તે જોવાનું રહેશે.